Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બે સ્થળે જુગારની મહેફીલ પર પોલીસ દરોડો: 10 ઝડપાયાં, બે ફરાર

Share

પોલીસે જુગારિયાઓ પાસેથી કુલ 56 હજારનો મુદ્દામલા જપ્ત કર્યો
ભરૂચ.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બે સ્થળે જામેલી જુગારની મહેફિલ પર સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે દરોડો પાડી કુલ 10 જુગારિયાઓને ઝડપીપાડ્યાં હતાં. જ્યારે બે નાસી છુટ્યાં હતાં. ટીમોએ કુલ 33 હજારથી વધુની રોકડ, 4 મોબાઇલ સહિત કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોહતો.
ભરૂચના ધોબીતળાવ લીંબુછાપરી વિસ્તારમાં રહેતો જશવંત શના વસાવા તેના ઘરમાં બહારથી માણસો બોલાવીને જુગારની મહેફિલ જમાવે છે તેવી ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર પહોંચી તેના ઘરને કોર્ડન કર્યું હતું. દરમિયાનમાં તેના ઘરમાં પ્રવેશતાં કેટલાંક શખ્સો તીનપત્તીનો જુગાર રમતાં હોવાનું માલુમ પડતાં ટીમે તેમની ધરપકડ કરી તેમના નામઠામ પુછતાં તેમના નામ જશવંત શના વસાવા, લુકમાન સિદ્ધીક શેખ, પુર્વેશ ખાોડા વસાવા, જગદિશ મનુ વસાવા, કૌશીક અશોક વસાવા, ગૌતમ કમલેશ વસાવા તેમજ અલ્પેશ સોમા વસાવા હોવાનું માલુમ પડ્યુ
હતું. ટીમે સ્થળ પરથી દાવપરના તેમજ તેમની અંગઝડતીમાંથી મળેલાં રૂપિયા મળી કુલ 29 હજારથી વધુની રોકડ તેમ જ   ત્રણ મોબાઇલ મળી કુલ 47 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમાામ વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિ્યાદ નોંધાવતાં પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહીહાથધીરી છે.
બીજા બનાવમા ભરૂચ બી ડિવીઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમળી મળી હતી કે, બામણિયા ઓવારા પાસે કેટલાક લોકો જુગાર રમે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો  પોલીસે જોઇને જુગારિયામાં દોડધામ મચી ગઇ હતી. જોકે, તે પૈકીના ટીનુ પનિયા વસાવા, મોતીલાલ વસાવા, અશોક સુકા ચુડાસમા પોલીસના હાથમાં સપડાઇ ગયાં હતાં. ટીમે તેમની પાસેથી કુલ 4 હજાર રોકડા તેમજ 1 મોબાઇલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઇએ ચકમો આપી નાસી છુટેલાં બે જણાં અંગે પુછતાં તેમના નામ છોટુ વસાવા તેમજ દેવો પ્રવિણ માછી હોવાનું માલુમ પડતાં ટીમે તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

Share

Related posts

ચોમાસું માહોલ અંતર્ગત રાજપારડી પંથકમાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ દેખાય છે સારસા ગામ પાસે અજગર દેખાતા વનવિભાગની ટીમે સલામત રીતે પકડી લીધો.

ProudOfGujarat

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!