Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બંધ મકાનમાં તસ્કરોનો 1.68 લાખના દાગીનાનો હાથ ફેરો

Share

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર ખુબેબ પાર્ક -1 માં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ  રોડ પર જિન્નત બંગ્લોઝની સામે આવેલાં ખુબેબ પાર્ક-1 ખાતે રહેતાં ઇકબાલ ગફુર શેખ ટેલરિંગનું કામ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે ઇદના તહેવાર નિમિત્તે તેમના સાળાને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં ગત સોમવારે તેઓ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ઘરે પરત આવતાં તેમણે જોયું તો તેમના મુખ્ય દરવાજાને મારેલું તાળું તુટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. જેથી તેમણે ઘરમાં જઇ જોતાં ઘરમાં તમામ સામાન અસ્તવ્યસ્ત હોવા સાથે તિજોરીનું લોક પણ તુટેલું જણાયું હતું. તેમણે તેમનો સામાન તપાસ કરતાં ઘરમાંથી સોનાની એક વિંટી, એક જોડ સોનાની બુટ્ટી, સોનાની બે જળ, સોનાનો એક સેટ,  સોનાની બે જોડ બુટ્ટી સહિત કુલ 1.68 લાખથી વધુના દાગીનાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

ProudOfGujarat

કોંગ્રેસે વધુ ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અંકલેશ્વરમાં બે સગાભાઇ આમને,સામને તો વાગરાની કમાન ફરી સુલેમાનના હવાલે.

ProudOfGujarat

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!