Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રવણ ચોકડી પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવાઇ

Share

કુલ 23 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ

ભરૂચ.

Advertisement

ભરૂચ શ્રવણ ચોકડી પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલ આઇસર ટ્રકને અટકાવી હતી. જીવદયા પ્રેમીઓ વિકાશ કાયસ્થ, વિશાલ વણકર, દાના ભરવાડે આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 16 ભેંસો મળી આવી હતી.

જે અંગે ઝડપાયેલા વલણના ડ્રાઈવર યુનુસ મઠીયા અને ક્લિનર પીરૂશા દિવાનને પૂછતાં સાપા ગામના સમીર પટેલે આ ભેંસો ભરી આપી હોવાનું કહ્યું હતું. જેને બોરસદ ચોકડીથી ભરી મહારાષ્ટ્ર લઈ જવાય રહી હતી.પોલીસે 8 લાખની કિંમતની 16 ભેંસોને બચાવી, ટ્રક, બે મોબાઈલ મળી 23 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.


Share

Related posts

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

કેવડીયામાં 6 ગામનાં આદિવાસીઓનાં સમર્થનમાં કેવડીયા બજારો સજજડ બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!