Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે  તા.૩૧ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

Share

ભરૂચ

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRBP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને “પ્રાધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે. જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં મેડલ રૂપિયા એક લાખ તથા પ્રશંસનીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

Advertisement

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ૦૫ વર્ષથી વધુ ઉંમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઇએ ( સંબંધિત વર્ષની ૩૧મી જુલાઈના રોજ) અને શ્રેષ્ઠ પ્રદર્શન / સેવા છેલ્લા ૨ વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં નોમીનેશન આપેલ લીંક https://awards.gov.in/Home/AwardLibrary  ઉપર કરાવવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ વિગત માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ બી- વીંગ ગ્રાઉન્ડ ફ્લોર જુની કલેકટર કચેરી કણબીવગા ભરૂચ – ૩૯૨૦૦૧ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

ગોવિંદગુરુ યુનિર્વસીટીની ખોખોની મહિલા ટીમ નેશનલ કક્ષાએ રમવા પહોચી.

ProudOfGujarat

ભરૂચ શહેર માં વિશ્વ આદિવાસી દિવસઃ ની આદિવાસી સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય બાઇક રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી…

ProudOfGujarat

રાજપીપલા : ધી ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમા નાંદોદ ગરૂડેશ્વર તાલુકાનાં જૂથ ૧૧માં જંગી બહુમતીથી ચુંટાઈ આવતા સહકારી આગેવાન સુનિલભાઇ પટેલની હેટ્રિક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!