Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બુટલેગરના ઘરમાં એલસીબીની ટીમે ચેકિંગ કર્યું તો બે તિજોરી ભરી દારૂ મળ્યો

Share

પોલીસે કુલ 2.90 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
ભરૂચ.
ભરૂચ એલસીબીની ટીમે આગામી દિવસોમાં નિકળનાર ભગવાન જગન્નાથ યાત્રાને લઇને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર જિલ્લામાં દારૂના વેપલા પર અંકૂશ લાવવાની કવાયત હાથ ધરી છે.
દરમિયાનમાં એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલી નવીનગરી વિસ્તારમાં રહેતો શૈલેષ ગંભીર મકવાણા  તેના ઘરમાં વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખી ધંધો કરે છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં શૈલેષ તેમને ઘરમાં જમળી આવ્યો હતો. ટીમે તેના ઘરમાં ચેકિંગ હાથ ધરતાં પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. શૈલેષે તેના ઘમાં મુકેલી અલગ અલગ બે  તિજોરીઓમાં આખેઆખો દારૂનો જથ્થો ભરી રાખ્યો હતો. ટીમે ગણતરી કરતાં તેના કબાટોમાં કુલ 2.90 લાખની મત્તાની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની દારૂ તેમજ બિયરની 790 બોટલ તેમજ ટીન ભરેલાં મળી આવ્યાં હતાં. ટીમે તેની ઉલટ તપાસ કરી દારૂ અંગે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે વેચાણના ઇરાદે જંબુસરના હશન પટેલ નામના શખ્સ પાસે દારૂ મંગાવતાં હશન પટેલ તેને રિક્ષામાં દારૂનો જથ્થો ભરી લાવી તેને તેના ઘરે આપી ગયો હતો.

Share

Related posts

અંક્લેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રિદિવસિય નિ: શુલ્ક નિદાન કેમ્પ…

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય છોટુ વસાવા સામે કરેલ સીધા આક્ષેપ જો સાચા હોય તો જાહેરમાં ચર્ચા કરવા કેમ ન આવ્યા ? સાંસદ મનસુખ વસાવાએ કરેલ તીવ્ર પ્રહાર.

ProudOfGujarat

ભરૂચના પરીએજ ખાતે સરબલ ક્રિકેટ કલબની 30 ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં નબીપુરની ટીમનો જવલંત વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!