Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લીંબડી પ્રાથમિક શાળા નંબર 6 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Share

ભરૂચ.

લીંબડી પ્રાથમિક શાળા નંબર 6 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સરકારની મુહિમ એવી છે કે બાળકો વધુ મા વધુ સરકારી શાળામાં પ્રવેશ લે ત્યારે તે અંર્તગત દરેક શાળામાં શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજ રોજ લીંબડી પ્રાથમિક શાળામાં સરકારની સુચનાથી અને શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન અને આજ શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાનુભાવ તરીકે બી.આર.સી. અશોકભાઈ વાઘેલા, નિવૃત્ત શિક્ષક વિરજીભાઈ, કલ્પેશ વાઢેર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં ત્યારે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો અને આવેલ મહેમાનોને બુક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો, વાલીઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, અને પર્યાવરણ બચાવો ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારે શાળા પ્રવેશોત્સવ માં બાલ વાટીકા માં અને ધોરણ એકમાં પ્રવેશ લીધેલ બાળકોને બેગ સહિતની કીટ આપી આવકારવામાં આવ્યા હતાં અને જસુમતીબેન મકવાણા દ્વારા આભાર વિધિ કરી અને સ્કુલના પટરાગણમા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી ત્યારે બાદ શાળાના તમાંમ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના કર્મચારી પરીવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના હાંસોટમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાગૃતિને મજબૂત કરવા સરપંચોની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઉનાળામાં બરફના ઉદ્યોગો ગરમ, બરફની માગ વધતાં વેપારીઓને રાહત

ProudOfGujarat

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!