Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.

બામસેફ–ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા ગરીબ પછાતવર્ગ નાં ઉત્થાન પરત્વે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, શિક્ષણ એ વ્યક્તિ અને રાષ્ટ્ર નાં વિકાસ નું પ્રથમ પગથિયું છે, આજે કારમી મોંઘવારીમાં શિક્ષણ મોંઘું થયું છે જ્યારે બાળકો ને ભણાવવા માટે મધ્યમ વર્ગના લોકોને ને દુષ્કર તથા અસહ્ય બનતા તેમને મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ કરીએ છીએ, જેમાં દહેજ જીઆઇડીસી ઝોલવા ખાતે આવેલ ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડ છેલ્લા ૧૧ વર્ષ થી સામુહિક સામાજિક જવાબદારી અન્વયે સંસ્થા ને અવિરત શિક્ષણ ક્ષેત્રે તથા મહિલા ગૃહ ઉધોગ માં સામાજિક કલ્યાણ અર્થે મદદ કરી રહ્યા છે.ભરૂચ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નોટબુક વિતરણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. જેમાં ધોરણ ૧ થી ૧ર તેમજ ડીપ્લોમા, એન્જીનીયરીંગ તથા કૉલેજ ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહયા હતા. આશરે 6૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ નોટબુકનો લાભ લીધો હતો. જયારે ધો.૧૦ થી લઈ એન્જીનીયરીંગ તથા કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક, સ્કુલ બેગ અને કેલકયુલેટર આપવામાં આવ્યું હતું. જયારે નાના ભુલકાઓને નોટબુક સાથે સાથે પેનસીલ પેન કંપાસ કિટ પણ આપવામાં આવ્યું હતું.
જેમા ઈન્સાફ સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ , બાબા હરજીતસિંગ ચાદર સાહેબ ગુરૂદ્વારા ભરૂચ, રાજેશભાઈ શર્મા HOD અને રવિકુમાર સાંઈરામ ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડ, કે.ડી. કોળી નિવૃત મામલતદાર, સમસાદ અલી સૈયદ નગર પાલિકા વિરોધ પક્ષના નેતા, સલીમ અમદાવાદી ભરૂચ શહેર પ્રમુખ કોગ્રેંસ, અનીલ વસાવા કાર્યપાલક ઈજનેર, મિન્હાજ મતાદાર ઈકરા શૈક્ષણિક સંસ્થા, અરવિંદ સિંહ રણા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંગ પ્રેસીડેન્ટ, ડો. ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય, ભરૂચ ડિરેકટર, બામસેફ રાજ્ય મહામંત્રી શાંતિલાલ કે. રાઠોડ, ગુજરાત રાજ્ય બામસેફ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ, ભરૂચ બામસેફ મહામંત્રી અંજનાબેન પરમાર,ઇન્સાફ સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ જીવરાજભાઈ આર. મકવાણા, ઇન્સાફ ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ જે. સોલંકી તથા અશોકભાઈ પરમાર રાજ્ય સંગઠનમંત્રી તથા ભરૂચ યુનિટ ઇન્સાફ સંગઠન પ્રમુખ અશોક મકવાણા, ઇન્સાન સંગઠન ઉપપ્રમુખ જયંતીભાઈ કે. સુતરીયા, ઇન્સાફ સંગઠન ખજાનચી મગનભાઈ એન. પરમાર, કૌશિક રાઠોડ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ ના પ્રમુખ ભાનુબેન જોગદિયા. હંસાબેન ખુમાણ સહિતના આગેવાનો કાર્યકરો તથા વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણના આરોપી વશરામ આહિરના શરતી જામીન મંજુર કરતી અદાલત.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ડિવાયડરો બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ : ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધવાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!