Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર – તવરા વચ્ચે ટર્ન મારતી વેળા બસ ડીવાઈડર પર ચઢી ગઈ

Share

 23 કરોડ ના માર્ગ ઉપર બેફામ દોડતી ટ્રાવેલ્સોની બસો

ભરૂચ

Advertisement

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધી 23 કરોડના ખર્ચે ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ રોડને જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો વન વેના જાહેરનામાનો ભંગ કરે છે આજે વહેલી સવારે એક બસનો ચાલક તેની બસને ટર્ન મારી આગળ બસ કરતા બસ ડીવાઈડર તોડી બીજા માર્ગ પર જતી રહી હતી. ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના ચાર કિલોમીટરને વહીવટી તંત્ર દ્વારા બે મહિના માટે વન વે કરવામાં આવ્યો છે છતાં પણ ટ્રાવેલ્સ સંચાલકો કોઈને ગાંઠતા નથી દરરોજ વહેલી સવારે આ જ માર્ગ પરથી પસાર થતા ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામ સર્જાય છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ છે

ઝાડેશ્વર ચોકડી થી તવરા માર્ગ ને વનવે જાહેર કરવામાં તો આવ્યો છે પરંતુ વનવે માત્ર કાગળ પર જ રહી ગયો અહીં દરરોજ ટ્રાવેલ્સોની બસો બેફામ દોડતી નજરે પડે છે


Share

Related posts

માંગરોળ : ઝંખવાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

લવેટ ગામે બૂટલેગરના ઘરમાંથી પોલીસે 80 હજારનો દારૂ ઝડપી પાડ્યો : બૂટલેગર ફરાર

ProudOfGujarat

સંત નિરંકારી મિશનએ પરમાત્મા ના દર્શન કરાવી વિશ્વ બંધુત્વની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!