Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ અને ડિસ્ટ્રીક ગવર્નરની નિમણૂક કરાઈ

Share

ભરૂચ.

 

Advertisement

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંસ્થાનો શપથગ્રહણ સમારોહ અંક્લેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આવેલાં એઆઇએ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવેશ હરિયાણીએ રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે શપથ લીધાં હતાં. ઉપરાંત RI 3060ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે અમરદિપસિંહ બુનેટની નિમણૂંક કરાઇ હતી. શપથ ગ્રહણ કાર્યક્રમમાં રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર ભરત પંડ્યાં દ્વારા બન્ને મહાનુભવોને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબના આ કાર્યક્રમમાં પ્રમુખ રચના પોદાર હાજર રહ્યા હતા. ઇવેન્ટ ચેરમેન દેવાંગ ઠાકોર અને સેક્રેટરી રાહુલ મહેતાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા રોટરી ક્લબના નવા વર્ષની શરૂઆત થઈ હતી.


Share

Related posts

દહેજ ગ્રામ પંચાયત નજીક ગટરમાંથી એક પુરુષ ની લાસ મળી

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1396 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!