Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લગ્નેતર સંબંધમાં પતિના અનૈતિક સંબંધને લઇને સાસરિયાઓનો પરીણિતા પર ત્રાસ

Share

ઝઘડિયાના પાડા ગામે બનેલી ઘટના, નેત્રંગ પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ભરૂચ.
ઝઘડિયા તાલુકામાં આવેલાં પાડા ગામે ટેકરા ફળિયામાં રહેતી જ્યોત્સના અનિલ વસાવા તેના પતિ અનિલ, સાસુ લક્ષ્મીબેન, સસરા બાલુભાઇ તેમજ 8 વર્ષના પુત્ર સાથે રહે છે. તેનો પતિ અનિલ ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં કામ કરે છે. દરમિયાનમાં છેલ્લાં એક વર્ષથી અનિલને ઝઘડિયાના ફુલવાડી ગામે રહેતી હેતલ પ્રવિણ વસાવા સાથે પ્રેમસંબંધ બંધાતાં તે અવાર નવાર તેની સાથે ઝઘડો કરતો હતો. અને તેને સારી રીતે રાખતો ન હતો. તેની સાસુ લક્ષ્મી તેમજ સસરા બાલુભાઇ પણ તેમના પુત્રને જ સાથ આપતાં હતાં અને તેઓ પણ જ્યોત્સનાને માનસિક ત્રાસ ગુજારતાં હતાં. તેનો પતિ અનિલ અવાર નવાર દારૂનો નશો કરીને આવી હું હેતલ સાથે લગ્ન કરવાનો છું તેની સાથે જ રહેવાનો છું. તુ છુટાછેડા આપી જતી રહે તેમ કહીં તેને માર ઝૂડ કરતો હતો. જોકે, જ્યોત્સના તેમના પુત્રના ભણતર અને પોતાનું લગ્ન જીવન બચાવવા માટે સાસરીમાં રહેતી હતી. જોકે, તેના સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું ઓછું નહીં કરતાં આખરે તેમણે નેત્રંગ પોલીસ મથકે તેના પતિ અનિલ, સાસુ લક્ષ્મીબેન, સસરા બાલુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

માંગરોળ : વાંકલ બજારમાં લટાર મારવા નીકળેલા પાંચ જણા સામે જાહેરનામાનાં ભંગ બદલ વાંકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી.

ProudOfGujarat

ભરૂચ : સ્વામીનારાયણ મંદિરના એન્ટ્રી ગેટ વિસ્તારને તોડવાની કામગીરી NHAI દ્વારા હાથ ધરાઇ : ભક્તો રોષે ભરાયા.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!