Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પંથકમાં રવિવારે મોહર્રમ પર્વ ઉજવાશે: અવનવા તાજીયા આકર્ષણરૂપ સાબિત થશે

Share

ભરૂચ.
ભરૂચ પંથકમાં ઘણા એવા ઉત્સવ અને પર્વો હોય છે જેમાં કોમી એક્તાની ભાવના જણાય આવે છે. આવો જ એક પર્વ એટલે મોહર્રમ પર્વ જેની ઉજવણી  રવિવારે કરવામાં આવનાર છે. આ વર્ષે પણ કલાત્મક તાજીયાઓ ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે ત્યારે કેટલાક વિસ્તારોમાં તાજીયાઓનું સ્વાગત કરવા અંગેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના જણાવ્યા અનુસાર આ પર્વ અંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક અને ચાંપતો પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યુ છે.
દર વર્ષની જેમ આ વરસે પણ ભરૂચ નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયાનું સર્જન કરવામાં આવ્યુ છે. આ વરસે પણ ખુબ મોટી સંખ્યામાં તાજીયાઓ ઉપરાંત થોડા-તાબુતોનું પણ સર્જન કરવામાં આવ્યુ છે. આવા સર્જનમાં મોટા ભાગે વાંસ અને કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. ૧૦ દિવસની મહેનત બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા અને ખાસ કરીને યુવાનો દ્વારા કલાત્મક તાજીયાઓનું સર્જન કરવામાં આવે છે જેમાં વિવિધ લાઈટીંગ ઈફેકટ આપી તેને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. આ વરસે પણ ખુબ મોટી સંખ્યામાં તાજીયા તેમજ તાબુતોનું સર્જન કરવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોહર્રમ પર્વ નિમિત્તે તાજીયાના ઝુલુસને કોઈ નડતર ન થાય તે માટે વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવેલ છે. ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના જણાવ્યા અનુસાર આ પર્વ અંગે કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે કડક અને ચાંપતો પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યુ છે.
નાના બાળકોમાં તાજીયા અંગે ખુબ આકર્ષણ

ભરૂચ નગરના આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાના બાળકોમાં તાજીયા નિહાળવા અંગે ખુબ આકર્ષયા હોવાનું જણાયુ છે. પાછલા કેટલાક વરસોથી તાજીયા રૂટ પર સૌથી વધુ નાના બાળકોની હાજરી હોય છે તેમાં પણ લાઈટીંગવાળા અવનવા તાજીયા જયારે પસાર થાય છે ત્યારે બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ જાય છે. આમ દર વરસે ભરૂચ પંથકમાં તાજીયા ઝુલુસ બાળકોમાં ખાસ આકર્ષણ જમાવે છે.
શાંતિ સમિતિની બેઠકો યોજાઈ

ભરૂચ જિલ્લામાં મોહર્રમ પર્વ શાંતિપુર્યા વાતાવરણમાં ઉજવાઈ તે માટે જિલ્લાના જુદા જુદા પોલીસ મથકો ખાતે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જે તે વિસ્તારના આગેવાનો તેમજ પોલીસ અમલદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ વિવિધ સુચનો પણ કર્યા હતા. એટલુ જ નહી પરંતુ દરેકે મોહર્રમ પર્વ શાંતિપુર્વક ઉજવાઈ તે માટે સાથે સહકાર આપવા માટે ખાત્રી દર્શાવી હતી.
મોહરમ પર્વ નિમિત્તે પાલેજ ટાઉનમાં પોલીસની ફુટ માર્ચ યોજાઈ

મોહરમ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ ટાઉનમાં પોલીસની ફુટ માર્ચ યોજાઈ હતી. શુક્રવારે ઢળતી સંધ્યાએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટ કોમલ વ્યાસની આગેવાની હેઠળ પાલેજ પોલીસ મથક પાસેથી પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી. ફુટ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પીએસઆઈ, એએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા. ફ્રુટ માર્ચ દરગાહ રોડ થઈ જહાંગીર પાર્કમાં જયાં તાજીયા બેસાડવામાં આવ્યા છે ત્યાં પહોંચી પીઆઈ કોમલ વ્યાસે તાજિયાનું નિરિક્ષણ કર્યુ હતુ. ત્યાંથી પોલીસની ફૂટ માર્ચ પરત ફરી મુખ્ય બજાર થઈ આઝાદ નગરી કે જયાં પણ તાજીયા બેસાડવામાં આવ્યા છે ત્યાં જઈ તાજીયાનું નિરિક્ષણ કર્યું હતુ. આઝાદ નગરીમાંથી પોલીસની ફુટ માર્ચ પરત પોલીસ મથક પહોંચી હતી. પોલીસની ફુટ માર્ચના પગલે નગરજનોમાં કુતુહલ સર્જાયુ હતુ.


Share

Related posts

ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન છતાં પણ ઘરની બહાર રખડતાં લોકો પર ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર ત્રણ ગઠિયાઅો ડ્રાઇવરને મારી રોકડ-કાર લૂંટી ગયાં

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!