Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌરીવ્રતના પ્રારંભ પહેલાં ભરૂચ શહેરમાં તૈયાર જવારાનું વેચાણ

Share

 8 જુલાઈ ,2025 ના દિવસે કુંવારિકાઓ ગૌરી વ્રત શરૂ કરશે. અને પાંચ દિવસ સુધી આ વ્રત કરવાનો હોય છે. વ્રત દરમિયાન મીઠા વગરના ખાદ્ય પદાર્થોનું જ સેવન કરવાનું હોય છે.
8 જુલાઇ 2025  થી કુંવારિકાઓ આ વ્રતની શરૂઆત કરશે. નાની બાલિકાઓ સવારના પહોરમાં શિવમંદિર જઈને શિવ-પાર્વતીની પૂજા કરતી હોય ત્યારે તેમને જોવા માત્રથી જાણે આપણા બઘા પાપ ધોવાઇ જતાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે.
આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે જેમાં બાલિકાઓ મીઠા વગરના ઉપવાસ કરે છે, જવારા વાવે છેઅને તે  પાંચ દિવસ આ જવારાની પૂજા કરે છે. જવારામાં ખાસ તો જવ, ઘઉં, તુવેર, મગ, ચોખા, તલ અને ડાંગર એમ સાત ધાનને માટીમાં વાવવામાં આવે છે. જવારાના પૂજનમાં કુમકુમ, અક્ષત અને અબીલ ગુલાલ તેમજ દૂધથી પૂજા કરે છે. પાંચમાં દિવસે આ વ્રત કરનારી બાલિકાઓ જાગરણ કરે છે, અને બીજા દિવસે જવારા નદી, તળાવ કે દરિયામાં વિસર્જિત કરે છે.
આ પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે, અને પાંચ દિવસ બાદ વ્રતની પૂર્ણ થશે. એટલે કે અષાઢ સુદ પૂનમના દિવસે વ્રત પૂરું કરે છે. પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ મંદિરે જઈને શિવ-લિંગની પૂજા કરે છે.
VVVVVVV
 ચોમાસામા પાવન તહેવારોનો આરંભ થવા જઈ રહ્યો છે તારે નાની બાળકીઓના ગૌરીવ્રતનો પણ પ્રારંભ થયો છે. બાળકીઓ મંગળવારે નિર્જળા રહીને ઉપવાસ કરશે. પાંચ પ્રકારના ધાનમાંથી ઉગાડેલા જવારાની પૂજા પાર્વતીના સ્વરૂપ તરીકે કરાશે.
ભરૂચ બજારમાં છેલ્લા ત્રણ દિવસથી ગૌરીવ્રતને લઈને તૈયાર જવારાની દુકાનો જોવા મળી. અગાઉ માતાઓ ઘરમાં માટીના કોડિયામાં પંચધાન ભેળવીને જવારા ઉગાડતી. હવે આ પરંપરા ધીરે ધીરે ઘટી રહી છે. નવી પેઢી સંસ્કૃતિથી દૂર થઈ રહી છે. પરિણામે હવે આ ઘરેલું વ્રત પણ વ્યાવસાયિક બની ગયું છે.
   મુકેશભાઈ રાણા એ જણાવ્યું કે, તેઓ હાલમાં રૂ 80માં જવારા વેચે છે.અને પાછલા વર્ષ દરમિયાન રૂ 60 માં વહેચતા હતા.

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

ProudOfGujarat

વડોદરાના યુવાને YouTubeમાં વીડિયો જોઈ ભાડે સાઇકલ લીધી હવે નેશનલ સાયક્લિગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!