Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના કોંઢ-દોડવાડા વચ્ચે મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળ્યો

Share

વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને જોતાં હત્યારાએ મહિલા પર આડેધડ તિક્ષ્ણ હથિયારના ઘા કર્યાં હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાંંખ્યુ હોવાનું માલુમ પડ્યું હતુુ઼. પોલીસે મૃતક મહિલાના દેહને હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી ન હતી. જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાલિયા પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મહિલા અંગે જે કઈ જાણકારી મળેથી વાલિયા પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો
વાલિયા પો.સ્ટ. ટેલિફોન નંબર-02643 270633
9879549942
8980211383

Advertisement

Share

Related posts

વલસાડ : સ્કૂલની શિક્ષિકા પોઝિટિવ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ભારે વરસાદ વચ્ચે ભરૂચ જિલ્લા તંત્રની સગર્ભા માતાઓને ખાસ અપીલ, પૂરગ્રસ્ત ગામોમાં આરોગ્ય ટીમે પહોંચીને આપી માર્ગદર્શિકા  :  મગણાદ, મહાપુરા અને કુંઢળમાં RBSK ટીમની મુલાકાત; સંભવિત પ્રસૂતિવાળી મહિલાઓને આરોગ્ય શિક્ષણ અને જરૂરી તકેદારી અંગે સમજાવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!