Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ -જંબુસર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કર્યા બાદ ભરૂચ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ આમોદ ના ઢાઢર બ્રીઝ પર દોડી આવ્યા

Share

કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ ભારદારી વાહનો બંધ કર્યા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા ઢાઢર બ્રિજ નું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાયું છે.

મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે. અને આ ઘટનાએ સમગ્ર રાજ્ય માં હાહાકાર મચાવ્યો છે. અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પુરતા સીમીત નથી રહ્યા. આ ઘટના બનતા ની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદ થી પસાર થતાં નેશનલ હાઇવે 64 પર ના ઢાઢર બ્રિજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો અને બીજી તરફ આમોદના માતર ગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ વાગરાના દહેજ, વિલાયત જીઆઇડીસીને જોડતો મુખ્ય હાઇવે કહી શકાય. 24 કલાક , ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ ભાળદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોની ધમધમી રહ્યો છે.
ત્યારે આમોદ થી પસાર થતી ઢાઢર નદી જે નાના-મોટા અસંખ્ય મગરો વસવાટ થી જાણીતી છે. તે નદી પર ના બ્રિજ અત્યંત ભયજનક સ્થિતિમાં હોય તેના પરથી પસાર થતા લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ગત રોજ જંબુસર આમોદ કોંગ્રેસ ના હોદ્દેદારો અને આગેવાનોએ સરકાર તેમજ તંત્ર ને ઊંઘમાં હોય તો જગાડવા માટે ગતરોજ ભાજપના ચિન્હ કમળ ના પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચાર સાથે નનામી કાઢી એક આશ્ચર્યજનક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અને બ્રિજ ઉપર ખાડામાં નનામી મૂકી ચક્કાજામ કરવાની કોશિશ કરતા આમોદ પોલીસે અટકાયત કરી હતી. એમની મુખ્યત્વે માંગ ભારદારી વાહનોને બ્રીઝ પરથી બંધ કરવા. બ્રિજને પાયા સહિત સ્ટ્રકચરની ચકાસણી કરવી. વગેરે લોકહીત માટે માંગ કરી હતી. જે સંદર્ભે આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ બ્રિજ ની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નિરીક્ષણ કર્યા બાદ ભરધારી વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ભરૂચ થી જંબુસર જતી એસટી બસ સહિત ભારદારી વાહનો બંધ કર્યા છે. હાલ બ્રીઝ ની ક્ષમતા શું છે? અને બ્રીજના સ્ટ્રક્ચરની કયા પ્રકારની સ્થિતિ છે એ માટે લગતા વળગતા અધિકારીના રિપોર્ટની રાહ જોવાય ત્યાં સુધી ભારદારી વાહનો પર પ્રતિબંધ નો નિર્ણય લેવામાં આવ્યો છે. અને માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવા માં આવ્યું છે.તો શું બ્રીજ પરથી પસાર થતા લોકો અને તેમજ વિપક્ષ આક્રોશ વ્યક્ત કરે છે. આંદોલન કરે છે ત્યારે જ ભરૂચ જિલ્લાનું તંત્ર જાગે છે એ આમોદ સહિત પંથકમાં લોક ચર્ચા હાલતો જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કર્યું

ProudOfGujarat

કરમાડ ગામે ગાય માતાને કુરતાથી લઈ જતી ગાડી પકડાઈ

ProudOfGujarat

5 अक्टूबर, 2018 को रिलीज होगी फ़िल्म “लवरात्री”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!