Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌવંશ ની કતલ કરનાર શખ્સની ધરપકડ

Share

ભરૂચ

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના કંબોલી ગામમાં નવાબ સ્ટ્રીટમાં રહેતો હારૂન ઈસ્માઈલ ટેલર પોતાના ઘરના ભોયતળીયામાં ગૌવંશની હત્યા કરી તેનું વેચાણ કરે છે.પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોચી રેડ પાડવામાં આવી ત્યાં જોતાં અસ્તવ્યસ્ત હાલતમાં કટિંગ કરેલ માસના ટુકડા જોવા મળ્યા હતાં. જે ગાય જેવુ હતું તેમજ પતરાના તગારામાં અલગ-અલગ માસના ટુકડા હતા તેને બીજા પશુ પણ કટિગમાં છે તેમ પુછપચ્છ કરતાં તેને જણાવ્યુ કે તેના ફળિયાની બહાર વાડીમાં સરકારી પડતર જગ્યામાં ૨ નંગ ગાયના વાછરડા બધેલ છે. તે આવનારા દિવસોમાં વારાફરતી કટિગ કરવાનો હતો. જે માસના ટુકડા હતા તે વેટરનરી ડોકટર શ્રી મિતેશ ભાટિયા (પશુ દવાખાના) ભરૂચ ની ઓળખ આપી જણાવ્યુ કે આ માસ ના ટુકડા ગાયના છે પગની ખરી તેમજ લીવર જેવા ભાગ હતા. તેને અલગ બરણીમાં ભરી વધુ તપાસ અંગે એફ.એસ.એલ. સુરત ખાતે મોકલી આપવાનું જણાવ્યુ અને તેમજ કટિગ કરેલ માસ વધુ સમય માટે માનવ સ્વાસ્થ માટે હાનિકારક હોય તેવું ડોકટર વેટરનરીએ જણાવ્યુ. ગામના બે મજૂર બોલાવી જ્યાં માનવ વસ્તી ન હોય તેવી જગ્યા પર ૬ ફૂટ ઊંડો ખાડો ખોદાવી પશુના માસને દફન કરી ઉપર મીઠું નાખી દફન કરવામાં આવેલ છે.અને બીજા બે ગાયના વાછરડાને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.આ કામના આરોપીની વિરુદ્ધ કલમ ૨૯૮ ,૩૨૫ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયન મુજબ કલમ-૫,૬૬(૧)(૨),૮ (૧)(૨)(૩)(૪) ,૧૦ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Advertisement

Share

Related posts

ઝઘડિયાના લીમોદ્રા ગામેથી વરલી-મટકાનો જુગાર રમાડતા જુગારીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

કાયદાના ધજાગરા…ભરૂચ – મહંમદપુરા શેઠ કોમ્પ્લેક્ષ પાસે જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે વિસ્તારને માથે લીધું, સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ : કોવિડ મહામારીમાં વોરિયર્સ તરીકે કાર્ય કરનારને પંડિત ઓમકારનાથ હોલ ખાતે નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!