Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

પરશુરામ સંગઠનના ૧૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો

Share

ભરૂચ
 પરશુરામ સંગઠન શ્રાવણમાસના પ્રારંભે ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું  હતું
પરશુરામ સંગઠનના સમાજ લક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા, સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા, સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક આયોજનો કરવા, સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા,વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતા પૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે ૧૧ વર્ષ પુરા કર્યા છે, અને ૧૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે જુનાભરૂચ સ્થિત શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન dental કેર ના સહયોગ થી આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦૦  જેટલાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો, કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોકટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી,
આ પ્રંસગે પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેશ ભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ  શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, સુંદરકાંડ પ્રચારક મંડળ, ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાની, શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડયા, પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રજ્ઞેશ ઉપાધ્યાય સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક રમણભાઈ હળપતિએ કર્યું હતું,

Share

Related posts

માંગરોળના ઝંખવાવ ગામે યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ અસુરીયા પાટિયા પાસેથી કારમાં લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ, લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!