Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુપીએલ યુનિવર્સીટી કોલેજમાં નજીવા મુદ્દે વિદ્યાર્થી પર ચાર છાત્રોનો હુમલો

Share

ભરૂચ.
રાજપારડી ગામના નહેરૂ ફળિયામાં રહેતો ફૈઝાન મયુદ્દીન રાજ વાલિયા રોડ પર આવેલી યુપીએલ યુનિવર્સીટી કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. તે અને તેનો મિત્ર આનંદ કોલેજના બીજા માળે તેમના ક્લાસરૂમની બહાર ઉભા હતાં. તે વેળાં તેમની કોલેજમાં જ અભ્યાસ કરતો શિવમ તેમની પાસે આવ્યો હતો. તેમજ કેમ મારી સામે આંખો કાઢીને જૂએ છે તેમ કહીં તે ફૈઝાનના એકદમ નજીક આવી જતાં તેણે તેને ધક્કા માર્યો હતો. અરસામાં સાંઇરામ તેમજ યશ નામના બે જણાએ આવી તું શિવમ સાથે કેમ બોલાચાલી કરે છે. તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. અરસામાં પુંજનભાઇ કરીને અન્ય એક યુવાને પણ આવી અપશબ્દો ઉચ્ચારતાં તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ પુજને તેને કોલેજની બહાર મળ તેમ કહીં ધમકીઓ આપી હતી. સાંજે સાડાચારેક વાગ્યે તે કોલેજની બહાર જતાં તેઓએ તેને પકડી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

થર્ટી ફર્સ્ટને લઇને શહેરમાં વાહન ચેકિંગ, લોકોની બ્રેથ એનેલાઇઝરથી તપાસ

ProudOfGujarat

વડોદરાની સ્પંદન સ્કુલમાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોને વેક્સિન અપાઈ.

ProudOfGujarat

ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં અફ્સોસનો અવાજ અને ઈખરવીનો અવાજ પુસ્તકોનું વિમોચન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!