Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લગ્ન બાદ દંપતિ હનિમૂન ગયું, પિતા પાસેથી દહેજ લાવવા દબાણ કરી પત્નીને ત્રાસ આપ્યો

Share

એરપોર્ટ પર પતિએ તકરાર કરતાં પરીણિતા અન્યની મદદથી ભારત પરત આવી
ભરૂચ.
ભરૂચમાં રહેતી એક યુવતિના ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થયાં હતાં. લગ્નના ત્રીજા દિવસથી જ તેના પતિ તેની પાસે જૂદી જૂદી વસ્તુઓની માગણી કરતો હતો. જોકે, તે સમયે તે મજાક મશ્કરી કરતો હોવાનું લાગ્યું હતું. ચોથા દિવસે હનિમૂન માટે થાઇલેન્ડ ગયાં હતાં. જ્યાં પણ તેઓને કોઇ નવી ગાડી દેખાય ત્યારે તેનો પતિ તેને તારા પિતાને કહે કે મને પણ એક નવી કાર અપાવે, તારા પિતા પાસે હનીમૂન ટૂર સ્પોન્સર કરાવ તે સહિતની અલગ અલગ માગણીઓ કરી હતી. દરમિયાનમાં ત્યાં પણ કોઇને કોઇ માંગણી કરતો હોઇ આખરે યુવતિએ મારા પિતા પાસે કોઇ રૂપિયા નથી તેમ જણાવતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ તેની સાથે મારઝૂડ કરી તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. જે બાદ પણ તેના પતિએ તેઓ ત્યાંથી થાઇલેન્ડ જવાના હતાં ત્યારે પણ તેની સાથે ઝઘડો ચાલુ રાખી માનસિક ત્રાસ ગુજારતાં તે હોટલના બાથરૂમમાં જઇ બેસી ગઇ હતી .જોકે, બાદમાં તેણે ઝઘડો નહીં કરે તેમ કહીં મનાવતાં તે બહાર નિકળી હતી. તેઓ કરાબી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે તેના પતિએ તેની પાસે રૂપિયાની માગણી કરતાં યુવતિને અજુગતું લાગતાં તેણે પોતાનો પાસપોર્ટ માગતાં તેણે પાસપોર્ટ આપ્યો ન હતો. ઉપરાંત તેનો મોબાઇલ પણ લઇ લીધો હતો. તેના વર્તનથી ગભરાઇને તે એરપોર્ટના ટોયલેટમાં સંતાઇ ગઇ હતી. બાદમાં ત્યાંના સ્ટાફની મદદ લેતાં તેના પતિ પાસેથી તેનો પાસપોર્ટ મળ્યો હતો. આખરે સ્ટાફે યુવતિને કોઇ રીતે બેંગકોકથી સુરતની ફ્લાઇટની ટીકીટ કરાવી આપતાં તે યેનકેન પ્રકારે ભરૂચ આવી હતી. હનિમૂન વેળાં તેના પતિએ તેમના ફોટા પાડ્યાં હોઇ તે માનસિક દબાણમાં હતી. આખરે તેણે પોલીસમાં અરજી કરી હતી. દંપતિ વચ્ચે કાઉન્સિલીંગ કરાવાવ છતાં તેનોપતિ સંબંધ તોડી નાંખવા માગતો હોઇ આખરે યુવતિએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા, રાજપીપળાના ચેરમેન તરીકે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની નિમણૂક કરાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat

આર.ટી.ઇ.એક્ટ અંતર્ગત જિલ્લાની ૧૮૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મફત પ્રવેશ આપવામાં  આવશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!