Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કતપોર ગામના દરિયાકાંઠે તણાયેલું કન્ટેનર મળ્યું: લોકોમાં કુતૂહલનો માહોલ

Share

કન્ટેઇનરમાં બાળકોના બુટ-ચપ્પલ ભરેલ જથ્થો મળ્યો
ભરૂચ.
હાંસોટના કતપોર ગામના દરિયાકાંઠે રવિવારે સવારે એક તણાયેલું કન્ટેનર જોવા મળ્યું, જેને લઇ સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. કન્ટેનર અંદરથી બાળકોના બુટ અને ચપ્પલનો મોટો જથ્થો બહાર આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર કોઈ જહાજ પરથી દરિયામાં પડી ગયું હોઈ શકે છે અને પવનની દિશા તથા દરિયાઈ વહેણને કારણે કતપોર કાંઠે પહોંચ્યું છે.
દહેજ મરીન પોલીસ અને હાંસોટ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ કસ્ટમ વિભાગને પણ જાણ કરાઈ છે જેથી કન્ટેનરની માલિકી, ઓરિજિન અને કાયદેસર પરવાનગીઓ અંગેની માહિતી મેળવી શકાય. આ અચાનક તણાયેલું કન્ટેનર જોવા લોકો દરિયાકાંઠે એકત્ર થઇ ગયા હતા અને અંદર શું હશે એ જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી. બાળકોના ચપ્પલ ભરેલા કન્ટેનરથી સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થયા છે. અધિકારીઓ દ્વારા કન્ટેનરના હવાલે તમામ તથ્યો એકત્ર કરી મેરિટાઈમ વિભાગ અને કસ્ટમ્સ સાથે માહિતી શેર કરવામાં આવશે. આ કન્ટેનર ક્યા શિપમાંથી તણાયું, તેની પણ છણાવટ હાથ ધરવામાં આવશે.

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!