Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના કાંટીપાડા ફોરેસ્ટ કંપની ગામે જુગાર રમતાં 2 ઝબ્બે : 3 ફરાર

Share

ભરૂચ.
નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાંટીપાડા ફોરેસ્ટ કંપની ગામે રમણ અમરસંગના ઘર પાસે લાઇટના અજવાળે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે તેમનો પિછો કરી તે પૈકીના પરવેશ  ઉર્ફે પરેશ વસાવા તેમજ દિનેશ ભોગીલાલ વસાવા ( બન્ને રહે. ઝરણા, ફોરેસ્ટ કંપની ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરથી દાવપર લાગેલાં તેમજ અંગઝડતીમાંથી રોકડા રૂપિયા જપ્ત કર્યાં હતાં. ટીમે ત્યાંથી ભાગી ગયેલાં અન્ય ત્રણ જુગારિયાઓની વિગતો પુછતાં તેમના નામ કિશન વસાવા, બળદેવ મંગા વસાવા તેમજ સતિષ વસાવા (ત્રણેય રહે. કાંટીપાડા) હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધા

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

નમોએપ ના માધ્યમથી મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કૉયક્રમ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!