Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓપેલ કંપનીના પાર્કિંગ પાસે કારની ટક્કરે સુપરવાઇઝર ઘવાયો દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Share

ભરૂચ.
દહેજ નજીક અંભેટા ખાતે આવેલી ઓપેલ કંપનીમાં પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતાં તેને ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના જંબુસર ચોકડી પર આવેલાં રિયાઝપાર્ક ખાતે રેહતાં શાહરૂખ વલી પટેલ છેલ્લાં દોઢેક વર્ષથી દહેજ નજીક અંભેટા ગામે આવેલી ઓપેલ કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી રહે છે.ગઇકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયાં હતાં. તે વેળાં કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પુર્ણ કરી તેઓ ચ્હા-નાસ્તો કરવા માટે તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઇ રહ્યાં હતાં. તે વેળાં એક અર્ટિગા કારના ચાલકે પાછળથી પુરઝડપે ધસી આવી તેમને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. બાદમાં તેમને કાર ચલાવનારનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

તા. ૧૩ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૨-૦૦ કલાકે ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ

ProudOfGujarat

કોસંબા નજીક સાવા માર્ગ પર રાત્રિનાં સમયે બિંદાસપણે દીપડો લટાર મારતાં પસાર થનારા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAP ના નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરી વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!