Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇકો કારમાં દેશીદારૂની હેરાફેરી કરતો અણખીનો શખ્સ ઝડપાયો

Share

દહેજના આમોદ રોડ પર પાદરિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી
ભરૂચ.
દહેજના  આમોદ રોડ પર આવેલાં પાદરિયા ગામ પાસેથી એક ઇકો કારમાં દેશીદારૂની હેરાફેરી થનાર છે તેવી ચોક્કસ બાતમી દહેજ પોલીસને મળી હતી. જેના પગલે આમોદ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની ઇકો કાર આવતાં પોલીસે કારને અટકાવી ચાલકની પુછપરછ કરતાં તેનું નામ મુકેશ વિઠ્ઠલ રાણા (રહે. અણખી, તા.વગરા) હોવાનું માલુમ પડ્યું હતું. કારમાં તલાશી લેતાં તેમાં વિદેશીદારૂનો 24 હજારથી વધુની મત્તાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશીદારૂ તેમજ ઇકો કાર મળી કુલ 2.24 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર ચાલક મુકેશ રાણાની ધરપકડ કરી તે દેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો, કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે કવાયત પોલીસે હાથ ધરી છે.

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

ProudOfGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!