Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રને ગંભીર ઇજા

Share

નબીપુર પાસે પરવાના હોટલ સામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના સિપાઇવાડ વિસ્તારમાં રહેતાં રમીઝ રસીદખાન પઠાણ નબીુપર પાસેના એક ફાર્મહાઉસ પર તેમના મિત્રો સાથે બેઠાં હતાં. તે વળાં તેમના મોટાભાઇએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે, તારા ફોઇ મેમુના મહેબુબ મલેક તેમજ તેમનો પુત્રી શાહનવાઝ એક્ટિવા પર સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે કરજણ ગયાં હતાં. પ્રસંગ પતાવીને તેઓ બન્ને પરત ભરૂચ આવવા માટે નિકળ્યાં હતાં. તે વેળાં નબીપુર પાસે પરવાના હોટલ સામેથી પસાર થતાં સમયે એક ટ્રક ચાલકે તેમને ટક્કર મારી છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ત્યાં જઇને જોતાં તેમની ફોઇને ગંભીર ઇજાઓ થવા સાથે તેમનો જમણો પગ ટ્રકના ટાયર નીચે ચકદાઇ ગયેલો જણાયો હતો. બીજી તરફ શાહનવાઝને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જનાર ટ્રક પણ ત્યાં જ ઉભેલી મળી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

KARGIL VIJAY DIVAS: દરેક ભારતીય માટે ગર્વનો દિવસ : વીરતા અને ગૌરવની શૌર્યકથા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મોત.

ProudOfGujarat

ભાડભૂત બસ સ્ટેન્ડમાં ભંગાર વાહનોનો ખડકલો, ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલ  :  જાહેર સુવિધા બની સ્ટોરેજ યાર્ડ, ગ્રામ પંચાયત સામે ઉઠ્યા સવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!