Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હંગામો : સત્તાપક્ષ જવાબ આપ્યાં વિના સભામાંથી પલાયણ

Share

આઇકોનિક રોડ પરની ડેકોરેટિવ લાઈટો અને વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભરૂચ.
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં 31મી જૂલાઇએ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામાં કુલ 29 કામો લેવામાં આવ્યાં હતાં. સામાન્ય સભામાં અધ્યક્ષ તરીકે પાલિકા પ્રમુખ વિભુતી યાદવ સહિત વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિતના બન્ને પક્ષના સભ્યો હાજર રાખ્યાં હતાં. સામાન્ય સભામાં તબક્કાવાર મુદ્દાઓ લેવામાં આવ્યાં હતાં. દરમિયાનમાં શહેરી વિસ્તારમાં આઇકોનિક રોડ પરની ડેકેોરેટીવ લાઇટોને લઇને ચર્ચા ઉગ્ર બનતાં વોર્ડ નંબર 6માં નખાયેલાં હાઇમાસ્ટના કામમાાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે વિપક્ષે હંગામો કર્યો હતો. જોકે, મામલો વધુ ગરમાતાં સત્તાપક્ષે એજન્ડાના અડધા મુદ્દા ચર્ચાયા બાદ અચાનક જ જન ગણ મન ગીત ગાઇને સભાને પૂર્ણ કરી દીધી હતી. જેના પગલે વિપક્ષના સભ્યોએ તેમની વાત સાંભળવામાં આવી નહોવાના આક્ષેપ સાથે હુરિયો બોલાવ્યો હતો.

Share

Related posts

ધન્‍વંતરી આરોગ્‍ય રથનું એક વર્ષ સફળતાપૂર્વક સંપન્ન

ProudOfGujarat

ખેડા : કલેકટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતગર્ત મિટિંગ યોજાઈ

ProudOfGujarat

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!