Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તત્કાલિન સલ્ફોનેશન આસી. મેનેજરે સારા પ્રોડેક્ટને સ્ક્રેપમાં બતાવી 12.62 કરોડની ઠગાઇ કરી

Share

વાલિયાની ગોદરેજ કંપનીના સલ્ફોનેશન વિસ્તારની ઇન્વેન્ટરી તપાસતાં ભાંડો ફૂટ્યો
ભરૂચ.
અમદાવાદના ગુમા ખાતે જૈન નગરના વતની અને અંક્લેશ્વરના ગાર્ડન સિટી ખાતે રહેતાં સુબિશ સુરેન્દ્રન  નાયર વાલિયા ખાતે આવેલી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાાં છેલ્લાં સાત મહિનાથી કંપનીના યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં અલગ અલગ કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે જે ભારત અને વિદેશમા માલની આપલે થાયછે.કંપનીમાં તૈયાર થયેલાં ઉપ્તાનના નિકાલ-વેચાણના હિસાબમાં તેમજ તૈયાર થયેલાં માલનાનિકાલ-વેચાણન હિસાબમાં તફાવત જણાયો હતો. તેમણે કોર્પેોરેટ ઓડિટની ટીમ દ્વારા ચકાસણી કરાવવા આવતાં તેમાં ઉત્પાદનની પ્રક્રિયાની 7 પ્કરકારની ઓફ-સ્પેક( સ્ક્રેપ) ની સામગ્રી ઉત્પન્ન થઇ હતી જોકે, ફેક્ટરીના રેકર્ડમાં તેનોઉલ્લેખ થતો ન હતો. માત્ર વેચાણ સમયે જ તે નોંધાતી હતી. જેના પગલે સિસ્ટમમાં ડેટા સાથે છેડછાડ કરી સ્ક્રેપમાં તેને માત્ર 4.68 કરોડમાં વેચી દેવાયું હતું. જોકે, તેની મુળ કિમત 17.30 કરોડની થતી હતી.
તપાસ દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે, વર્ષ 1991થી 30મી એપ્રિલ 202 સુધી કંપનીમાં સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારા શૈલેષ મહેતા (રહે. ક્રિષ્ણા નગર સોસાયટી, સ્ટેશન રોડ, ભરૂચ)નોએ પોતાનો હોદ્દાનો દુર ઉપયોગ કરીને કંપનીમાં ઉત્પાદન થતાં મટીરિયલ્સની ગુણવત્તાની ચકાસણીની પ્રક્રિયા કર્યાં વિના તે મટીરિયલ્સને સ્ક્રેપમાં ગણતરી કરી તેની કુલ કિંમત 17.30 કરોડની હતી. તેને માત્ર 4.68 કરોડમાં વેચ્યાનું કંપનીના ડેટામાં બતાવી કંપનીને કુલ 12.62 કરોડનો લોસ કરાવી પોતાનો આર્થિક ફાયદો કર્યો હતો. જેથી તેમણે ઓડિટ રિપોર્ટના આધારે તત્કાલિન સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ મહેતા વિરૂદ્ધ કંપની સાથે ઠગાઇ કર્યાંની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તાનાં બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાકવા ગામે હોમ કોરોન્ટાઇનનું પાલન ન કરતાં 2 ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!