Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યની જાણકારી

Share

આર્મી રીક્રુટિંગ ઓફિસ- અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થશે : જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન અરજી ફોર્મ કચેરી ખાતેથી વિનામુલ્યે મેળવી અરજી તથા જરૂરી સાધનિક કાગળો સાથે આગામી ૧૮મી ઓગષ્ટ ૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર કચેરી ભરૂચ ખાતે મોકલવાની રહેશે

ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લાનાં યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ– અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે. જેમાં ભરૂચ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસનાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવનાર છે.
આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદ દ્વારા દર વર્ષે નોટીફીકેશન આપીને અગ્નિવીરની રેલી યોજવામાં આવે છે, નવા નિયમો મુજબ આર્મી (અગ્નિવીર) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખિત પરીક્ષા યોજવામાં આવે છે, ત્યાર બાદ ફીઝીકલ ગ્રાઉન્ડ પરીક્ષા લેવામાં આવે છે. તેના બાદ મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઈનલ સિલેકશન કરવામાં આવે છે. આ ભરતીમાં ભરૂચ જિલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી,ભરૂચ દ્વારા ૩૦ તાલીમાર્થીઓને ૨૪૦ કલાકની ૩૦ દિવસની વિના મુલ્યે શારિરીક અને બૌધ્ધિક કસોટી નિવાસી તાલીમ યોજાનાર છે.
આ તાલીમમાં જોડાવા માટે ધો ૧૦ માં ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર,૧૬૮ સે.મી.થી વધુ ઊંચાઈ અને ૫૦ કિ.ગ્રા. વજન અને ૭૭ સે.મી.થી વધુ છાતી ધરાવતાં અપરિણિત પુરુષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભરૂચ નો રૂબરૂ સંપર્ક કરીને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તાલીમ માટે તા.૧૮/૦૮/૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ ને નિયત નમૂનામાં અરજી કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે રોજગાર કચેરી ભરૂચનો રૂબરૂમાં સંપર્ક કરવો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પ્રાંત અધિકારી દ્વારા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસના સકંજામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદ પુરા માં પાણી નું ટેન્કર ડિવાઈડર ની એંગલો માં ઘુસ્યું ..મોટી દુર્ઘટના ટળી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!