Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સજોદ ગામે તિરંગા રેલીમાં દેશભક્તિની ઉત્સાહભેર લાગણી: શાળાના ભૂલકાઓ સાથે ગામજનો જોડાયા

Share

ભરૂચ,
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે દેશભક્તિની લાગણીથી સરવળી રહેલી તિરંગા રેલીનું આયોજન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ દ્વારા કરવામાં આવ્યું. રેલીમાં માત્ર શાળાના ભૂલકાઓ જ નહીં, પરંતુ ગામના ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ રાષ્ટ્રપ્રેમથી ભરેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અનુસંધાને સજોદ ગામની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમભર્યા નારાઓ સાથે તિરંગા રેલી કાઢવામાં આવી. રેલી દરમિયાન શેરીઓ દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠી અને સમગ્ર ગામમાં ઉત્સાહી માહોલ સર્જાયો.આવી પ્રવૃત્તિઓએ બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને સજાગ નાગરિક બનવાની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Share

Related posts

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

નડિયાદમાં યુવાનની જાણ બહાર મોબાઈલનુ એક્સેસ લઇ ગઠીયાએ રૂપિયા ૨.૦૧ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!