Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સે યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ હસ્તગત કરી

Share

મુંબઈ, 11 ઓગસ્ટ, 2025 – પોતાની મૂલ્ય દરખાસ્તને મજબૂત બનાવવાના હેતુથી એક વ્યૂહાત્મક પહેલમાં એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ ભારતમાં તેના વ્યવસાયને સંકલિત કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ બંને કંપનીઓના સાથે આવવાથી એડ્મેની ભારતીય ઇન્શ્યોરન્સ અને રિઇન્શ્યોરન્સ બ્રોકિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક તરીકેની ઓળખ મેળવવાની સફરમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ થયું છે. લાગુ પડતી કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ વિલિન થયેલી કંપની એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.વિલિનીકરણ બાદ બનેલી કંપનીનો ઉદ્દેશ હોલસેલ, રિઇન્શ્યોરન્સ અને રિટેલ બ્રોકિંગમાં અગ્રણી સ્થાન મેળવવાનો, ભારતીય બજારમાં ક્લાયન્ટ્સને વેલ્યુ એક્રેડિટિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ તથા ટેક એનેબલ્ડ રિસ્ક મેનેજમેન્ટ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે. યુઆઈબી ઈન્ડિયાનું એડ્મે સાથે આવવું તે ભારતમાં અગ્રણી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ પૈકીની એક તરીકે ઉભરી આવવાના ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રૂટ પર આગળ વધવાના એડ્મેના નિર્ધારિત ઉદ્દેશ્યની સાથે સંલગ્ન છે. આ વ્યૂહાત્મક મર્જર બે મજબૂત કંપનીઓને પૂરક મજબૂતાઈની સાથે લાવે છે – એડ્મેનું સેક્ટર-ફોકસ્ડ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનું વિઝન અને યુઆઈબી ઈન્ડિયાનો રિઇન્શ્યોરન્સ કુશળતા અને ક્લાયન્ટ્સ સાથેના ગહન સંબંધોનો વારસો. સાથે મળીને અમે ભારતમાં તમામ સેગમેન્ટ્સમાં ઇન્શ્યોરન્સનો પ્રસાર વધારવા, વિશિષ્ટ રિસ્ક સોલ્યુશન્સ બનાવવા અને ગ્રાહક અનુભવ વધારવા માટે સામૂહિક ક્ષમતાઓ, પ્રતિભાશાળી કર્મચારીઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ ઉઠાવીશું. કંપનીનું ધ્યાન ઓછી સુવિધાઓ ધરાવતા ક્ષેત્રો માટે વિશિષ્ટ ઓફરિંગ્સ બનાવવાનું, લોકો તથા ટેક્નોલોજીમાં રોકાણ કરવા અને કામગીરી વધારવા તેમજ નવીનતમ અને શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડીને અમારા ગ્રાહકોના હિતોને સાચવવાનું ચાલુ રાખવા પર રહેશે.

સમારા કેપિટલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને કો-સીઆઈઓ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે આ મર્જર નાણાંકીય સેવાઓના ક્ષેત્રે મજબૂત કંપની બનવા અને 2047 સુધીમાં સૌના માટે વીમોના ઇરડાના વિઝનમાં યોગદાન આપવા માટે અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સોદો ઇન્શ્યોરન્સ બ્રોકિંગમાં વિશ્વભરમાં સન્માન પ્રાપ્ત ભારતીય મલ્ટીનેશનલ બનવાની એડ્મેની લાંબા ગાળાની મહત્વાકાંક્ષા સાથે યોગ્ય રીતે સંલગ્ન છે. અમને વિશ્વાસ છે કે એડ્મે અને યુઆઈબી ઈન્ડિયા ભારતમાં તથા વૈશ્વિક અર્થતંત્રમાં અગ્રણી ઇન્શ્યોરન્સ અને રિઇન્શ્યોરન્સ બ્રોકિંગ કંપની તરીકે ઉભરી આવશે અને તેના ક્લાયન્ટ્સને વિશિષ્ઠ બિઝનેસ સોલ્યુશન્સ ઓફર કરશે.એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સના સીઈઓ સંજય રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે આ મર્જર ભારતના સૌથી વિશ્વસનીય અને નવીનતમ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ પ્લેટફોર્મ્સ પૈકીના એક પ્લેટફોર્મ બનાવવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. યુઆઈબી ઈન્ડિયાના રિઇન્શ્યોરન્સ અનુભવ અને અમારી ગહન સ્થાનિક આંતરદ્રષ્ટિ સાથે અમે હોલસેલ, રિટેલ અને રિઇન્શ્યોરન્સ સેગમેન્ટ્સમાં અદ્વિતીય સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સારી સ્થિતિમાં છીએ. અમારું લક્ષ્ય ટેક્નોલોજીના સમર્થનથી લાંબા ગાળાની ભાગીદારી અને ગ્રાહકની જરૂરિયાતને પ્રાથમિકતા આપે તેવી ભવિષ્ય માટે તૈયાર ઇન્શ્યોરન્સ બ્રોકિંગ કંપની બનાવવાનું છે. એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ ભારતમાં તથા વિદેશમાં બ્રોકિંગ બિઝનેસ માટે નવો દ્રષ્ટિકોણ રાખવા અને સ્પેશિયાલિસ્ટ બ્રોકર તરીકે ઉભરી આવવા માટે પ્રતિબદ્ધ છે. યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા)ના સીઈઓ સુરેન્દ્ર મહેતાએ ઉમેર્યું હતું કે અમે બંને કંપનીઓ દ્વારા સ્થાપિત મજબૂત પાયા પર નિર્માણ કરવા માટે એડ્મે સાથે હાથ મિલાવવા માટે ઉત્સાહિત છીએ. ડોમેન નોલેજ, ટેકનોલોજી અને ગ્રાહક-પ્રથમ વિચારસરણીમાં અમારી સંયુક્ત શક્તિઓથી અમે સર્વિસ પૂરી પાડવામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી શકીશું. અમે અમારા ગ્રાહકો, ભાગીદારો અને ટીમોનો તેમના સતત વિશ્વાસ અને સમર્થન માટે આભાર માનીએ છીએ. આ મર્જર એક નવા પ્રકરણની માત્ર શરૂઆત છે.અમે અમારા ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોને અમારી કંપનીઓના એકીકરણની પ્રક્રિયામાં સરળ અનુભવની ખાતરી આપીએ છીએ. સંયુક્ત નેતૃત્વ પ્રામાણિકતા, પારદર્શિતા અને ગ્રાહક કેન્દ્રિતતાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સે 2024માં આદિત્ય બિરલા ઇન્શ્યોરન્સ બ્રોકર્સને હસ્તગત કરી હતી અને તેના હસ્તાંતરણ પછી, એડ્મેએ ગતિશીલ આંતરરાષ્ટ્રીય વીમા બજારને અનુરૂપ તેના ગ્રાહકો માટે અનેક પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ રજૂ કર્યા છે.

Advertisement

Share

Related posts

વલસાડની એક કોલેજમાં દારૂ સાથે ઝડપાવા બદલ રસ્ટીગેટ કરેલો એક વિદ્યાર્થી પરિક્ષા આપ્યા વગર જ પાસ થતા રોષ

ProudOfGujarat

વડોદરાના આજવા ખાતે આતાપીનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુનામાં ત્રાપજ ગામનો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!