Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એપીએમસી પાસે મહિલાના હાથમાંથી પર્સ છૂંટવી ગઠિયો ફરાર

Share

દંપતિએ બેન્કમાંથી રૂપિયા ઉપાડ્યાં ને ગઠિયાએ ખેલ કરી દીધો
ભરૂચ.
ભરૂચના શેરપુરા ખાતે રહેતાં મરીયમબેન યુસુફ પઠાણ તેમના પતિ સાથે તેમની એક્ટિવા પર ઘરેથી ભરૂચ એપીએમસી પાસે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિાય ખાતે કામ અર્થે આવ્યાં હતાં. બેન્કમાંથી તેમના પતિએ 13 હજાર રૂપિયા ઉપાડ્યાં હતાં. જે રૂપિયા તેના પતિએ તેમને આપતાં તેમણે તેમના પાકિટમાં તે રૂપિયા મુક્યાં હતાં. તેમના પાકિટમાં તેમનો મોબાઇલ પણ મુક્યો હતો. બેન્કમાંથી નિકળ્યાં બાદ તેઓ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા ગયાં હતાં. અરસામાં તેમના પતિએ તેમને પેટ્રોલપંપની સાઇડમા ઉતારી પંપ પર પેટ્રોલ ભરવા માટે ગયાં હતાં. તે વેળાં મરીયમ રોડની સાઇડમાં ઉભી હતી. આશરે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં એક બાઇક ચાલકે બાઇક પર પુરઝડપે ધસી આવી મરીયમના હાથમાાંથી તેમનું પાકિટ આંચકીને ત્યાંથી નાસી છુટ્યો હતો. પાકિટ ચોરનાર ગઠિયાએ લાલ કલરની ટીશર્ટ તેમજ બ્લ્યુ કલર જેવું પેન્ટ પહેરેલ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે 15મી મે ના રોજ રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર, ભયજન સપાટીએ આવતા ફરી પાણી છોડવામાં આવ્યુ.

ProudOfGujarat

નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા ૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!