Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંત્યોદય કાર્ડ ધારકોના હક્કોની રક્ષા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી શ્રી સંદીપ માંગરોળાની આગેવાની હેઠળ પ્રભાતજીન, વાલીયા થી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

રેલીમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તથા અંત્યોદય કાર્ડ ધારકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ આગેવાનો શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજયભાઈ સી. વસાવા, મનીષભાઈ વસાવા, સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ વસાવા, વિપુલ વસાવા, ઝઘડિયા થી ચકાભાઈ પટેલ, કેયુર પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મામલતદાર કચેરી સમક્ષ ઉગ્ર વિરોધ દર્શાવતા શ્રી સંદીપ માંગરોળાએ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલી ગેરકાયદેસર નોટિસ પ્રતીકાત્મક રીતે ફાડી નાખી હતી અને અંત્યોદય કાર્ડ ધારકોના હક્કો છીનવવાના ભાજપ સરકારના કાવતરાને કડક શબ્દોમાં નિંદા કરી હતી.

Advertisement

કોંગ્રેસ પક્ષે ચેતવણી આપી છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સમગ્ર જિલ્લામાં આંદોલન ઉગ્ર બનાવાશે.

પ્રેસ નોટ સાથે આવેદનપત્રની નકલ, રેલીના વિડિઓ અને ફોટોગ્રાફ્સ સામેલ છે.

– પ્રેસ પ્રસારણ માટે
– ⁠સંદીપ માંગરોલા
– મહામંત્રી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી


Share

Related posts

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 66 મો હોલિકા ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ ગામની સોસાયટીઓમાં ઓછા વરસાદે પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!