Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાઇક્લોનનું આયોજન કરાયુું

Share

સાયકલ રેલી હેડક્વાટર્સથી પાંચબત્તી થઇ પરત પહોંચી
ભરૂચ.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ “સન્ડે ઓન સાઇકલોન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને અધિકારીઓ ના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે સવારે સૌપ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુંબા સત્રો યોજાયા હતા. ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બાદમાં સન્ડે ઓન સાઇકલોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો. આ સાયકલ રેલી પાંચ બત્તી સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી.પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતાં ખૂબ વ્યસ્ત રહે છે, જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે. તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં *“ફિટ પોલીસ – હેલ્ધી પોલીસ”*નો સંદેશ પહોંચાડ્યો હતો.આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સાઇકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો ઉપરાંત હેડક્વાર્ટરના સ્ટાફે પણ જોડાઈ સાયકલિંગ, યોગા અને ઝુંબાનો આનંદ માણ્યો હતો.

Share

Related posts

વલસાડ : મામેરાની વિધિ સમયે તિજોરીમાંથી 40 તોલા સોનાની ચોરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત : જર્જરિત બિલ્ડીંગને કારણે કચેરીનું સ્થળાંતર, ઉદ્યોગ સાહસિકોને નવા સરનામે સંપર્ક કરવા અપીલ

ProudOfGujarat

તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે નર્મદા જિલ્લામાં આજથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો થનારો પ્રારંભ તા. ૧૨ થી ફેબ્રુઆરી સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!