Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ માં વરસાદી પાણી નો નિકાલ ના થતા સ્થાનિકો રોષ ફેલાયો છે. 

Share

સ્થાનિક સભ્ય ને વારંવાર રજૂઆત પણ પતાવી સમજાવી મોકલી આપવા સિવાય કામ ના કરતા અને લોકો માં સભ્ય ન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સોસાયટીમાં રોડ પર શેરી માં એક થી બે ફૂટ પાણીનો ભરાવો સતત જોવા મળતા પાણી જન્ય રોગો ફેલાવાનો સ્થાનિકો ને ડર સતાવી રહ્યો છે. વરસાદી પાણી નિકાલ ની કાયમી વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષો થી વરસાદી પાણીનો ભરાવો થવા ની સમસ્યા સર્જાઈ રહી છે. સોસાયટી માં કેટલા ભાગ માં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા એક થી બે ફૂટ પાણી નો ભરાવો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લઇ સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક સભ્ય પાસે રજુઆત કરવા જઈ આવ્યા છે.જે સભ્ય રજુઆત તો સાંભળે છે પણ વારંવાર નિરાકરણ કરી આપવાનું જણાવવા છતાં નિરાકરણ ના કરી આપતા રહીશો હવે સભ્ય થી પણ કંટાળી ગયા છે. અને સભ્ય ના બહિષ્કાર કરવા સાથે જો સમસ્યા નું જલ્દી નિરાકરણ નહીં કરવામાં આવે તો. સભ્ય ના ઘર અને પાલિકા નો ધેરાવો કરવાની ચીમકી પણ વાતચીત માં સ્થાનિક મહિલાઓ એ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

જાણો ચૂંટણી અંગેની વિગતો.જાણવા અંગેના મહત્વના ટેલિફોન નંબરો…

ProudOfGujarat

ગોધરા: ગ્રામંપંચાયતોની ચુટણીના પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ

ProudOfGujarat

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!