Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા (સુરત) સગીર વયની બાળકીના અપહરણના ગુનામાં મુખ્ય આરોપી સહિત ત્રણ જણાની ધરપકડ, પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી

Share

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સગીર વયની એક યુવતીને લગ્નના લાલચે અપહરણ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. ઉમરપાડા પોલીસે ઝડપી કામગીરી કરતાં મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનાની સઘન તપાસ શરૂ કરી છે. સુરજ ઈશ્વર નાઈક નામનો યુવક ઉંમરનો લાભ લઈ સગીર દીકરીને લલચાવી-ફોસલાવી તેને લગ્ન કરવાની લાલચ આપી પોત સાથે લઈ ગયો હતો. આ ઘટનામાં સુરજને મદદ કરનાર અન્ય ત્રણ આરોપીઓ –ઈશ્વર કુશા નાઈક, કુંવરસીંગ પાડવી અને એક અન્ય શખ્સ, ત્રણે મહારાષ્ટ્ર રાજ્યના સોનાપાટી ગામના રહેવાસી હોવાનું  છે. અપહરણની ઘટના બાદ પીડિતાના પરિવારજનો દ્વારા ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે IPC તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તત્કાળ તપાસ શરૂ કરી હતી. વિવિધ સ્ત્રોતો અને ટેકનિકલ સહાયથી આરોપીઓનો પીછો કરતા પોલીસે તેમને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. હાલ ઉમરપાડા પોલીસ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે

Share

Related posts

વડોદરા : પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ

ProudOfGujarat

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

ProudOfGujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!