Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષ નગરી કાશી વિશ્વનાથ ની ઝાંખી ઉભી કરી હતી.

Share

કાશીનો ગંગા ઘાટ, ગંગા આરતી. કાશી સ્મશાન ઘાટ થી લઇ ગણેશજી પર ગંગાજળ અર્પણ કરવા સાથે નું તાદશ્ય ઉભું કર્યું છે.રોજ હજારો લોકો જોવા ઉમટી પડતા લાઈન પડી રહી છે.ગત વર્ષે રામસેતુ નું આયોજન કરાયું હતું.

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ટાંકી ફળીયા ખાતે ના સરકાર ગ્રુપ દ્વારા ગત વર્ષે રામસેતુ ની થીમ પર ગણેશ ઉત્સવ નું આયોજન કરાયું હતું. જે બાદ હવે મોક્ષ નગરી કાશી વિશ્વનાથ ની થીમ ઉભી કરી છે. જ્યાં ગંગા નદી વહેતા પાણી બાજુ માં ગંગા આરતી નું દ્રશ્ય છે. તો બાજુ માં ગંગા ઘાટ. કાશી વિશ્વનાથ મંદિર સાથે કાશી સ્મશાન ઘાટ નું પણ દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિવજી અને ગણેશ જી ને ગંગાજળ અર્પણ કરવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી અનોખી થીમ સાથે કરવામાં આવતા આયોજનને લઇ સરકાર ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવ માં થીમ જોવા માટે રોજ હજારો લોકો ઉમટી પડે છે. જેને લઇ લાંબી કતારો જોવા મળી રહી છે. ચાલુ વર્ષનું મોક્ષ નગરી કાશી ની ઝાંખી કરાવતું થીમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

Share

Related posts

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

બૂટલેગર પુત્રનો આતંક: પત્નીને તલાક આપવાના મુદ્દે ઝઘડો કરી માતાને બોટલ મારતાં ગંભીર ઇજા

ProudOfGujarat

સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત : ચાર માસથી હતા કોમામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!