Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોર્ન વગાડવા મુદ્દે ટ્રેક્ટર ચાલક પર બે જણાનો હુમલો

Share

દહેજ નજીક જોલવા ગામે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકાના જોલવા ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતાં હિતેશ છત્રસંગ પરમાર સાંજના સમયે તેમનો નાનો ભાઇ શૈલેષ પાણીનું ટ્રેક્ટર લઇને સેફોન સિટી જોલવા ખાતે ખાલી કરવા માટે ગયો હતો. જે બાદ તે ઘરે પરત આવ્યાં બાદ તેણે જણાવ્યું હતું કે, તે ટ્રેક્ટર લઇને જતો હતો. તે વેળાં જોલવા મિલેનિ્યમ માર્કેટથી ગેટ નં.1 તરફ જતાં રવિવારી માર્કેટ ભરાયેલી હોઇ ત્યાં પહોંચતાં ભીડભાડ હોઇ તેણે હોર્ન માર્યાં હતાં. જોકે, આગળ ચાલતાં રહિયાદ ગામના વિરેન્દ્ર રણજીત ગોહિલ તેમજ વિકાસ કિરણ ગોહિલ હોર્ન સાંભળીને પણ સાઇડ નહીં આપી કેમ હોર્ન મારે છે તે કહી અપશબ્દો ઉચ્ચારતાં તેણે તેમણે સાઇડમાં ચાલો મારે ટ્રેક્ટર લઇને જવું છે તેમ કહેતાં તેઓએ બન્નેએ આ રવિવારી બજાર છે અમે મન ફાવે ત્યાં ફરીશું તેમ કહીં તકરાર શરૂ કરી હતી. મામલો ગરમાતાં બન્નેએ ભેગા થઇ તેમને માર માર્યો હતો. જેમાં તેમના ખિસ્સામાનો મોબાઇલ પણ ક્યાંક પડી ગયો હતો. જે બાદ તે ઘરે પરત આવ્યો હતો. દરમિયાનમાં રાત્રીના સમયે તેમના ઘરે આવી બન્નેએ જોરજોરથી ગ્રીલનો દરવાજો ખખડાવી તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.


Share

Related posts

અંકલેશ્વર : રાજપીપળા રોડ પર એક એપાર્ટમેન્ટમાં ચોરી કરવા આવેલ ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યા, જાણો વધુ.

ProudOfGujarat

ભાવનગરની સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત “હંગેરી”માં ભારતીય શાસ્ત્રીય નૃત્યનો પ્રસાર કરશે.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ધાણીખૂંટ ધારીયા ધોધ ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડયાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!