Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇસ્લામના આખરી પયગમ્બર ના જન્મદિવસ ને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું, આ દિવસને ઇદેમિલાદ ના નામથી ઉજવાય છે…

Share

ઇસ્લામ ધર્મના આખરી પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની માસ રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો જે આગામી 5 મી સપ્ટેમ્બર ને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઇદેમીલાદ ના નામથી ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યા જુઓ ત્યાં રંગ બેરંગી લાઈટો થી શણગારી જન્મ દિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. ઇદે મિલાદના દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાનીનો કાર્યક્રમ યોજાશે તેમજ ગામના મુખ્ય માર્ગો ઉપર ઝુલુસ યોજાશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પયગમ્બર હઝરત મહમમદ સાહેબના પવિત્ર મુએ મુબારકના દીદાર કરાવવામાં આવશે…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા ઇસમને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

દહેજની GACL કંપનીના પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી લાખોની મત્તાની ચોરી.

ProudOfGujarat

રાજપીપલા સ્પોર્ટસ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!