Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની પાયોનીયર હાઈસ્કૂલ નજીક ચોકસી બિલ્ડીંગ ભારે વરસાદમાં ધરાશાયી

Share

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
ભરૂચ.
ભરૂચ શહેરમાં આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદ દરમિયાન પાયોનીયર હાઈસ્કૂલ નજીક આવેલી જૂની ચોકસી બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હતી અને અનેક વખત નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી હતી કે બિલ્ડીંગને ઉતારી દેવી જોઈએ, પરંતુ  સત્તાધીશો દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા નહોતા.
બિલ્ડીંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને નજીકના મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, જો નગરપાલિકાએ સમયસર પગલાં લીધા હોત તો મોટી દુર્ઘટના ટળી હોત. રહેવાસીઓએ નગરપાલિકાની કામગીરી પ્રત્યે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. નગરપાલિકા દ્વારા હાલ સ્થળ પર કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે

Share

Related posts

ભરૂચ નજીક ચાલુ ટ્રેનમાં ત્રણ કિન્નરોએ બિહારના મુસાફરને લૂંટી લેતા પોલીસે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક જ ઝડપી લીધા હતા.

ProudOfGujarat

આર.ટી.ઓ સંબંધિત સેવાઓ ઉપલ્બધ કરાવવા કલેક્ટરને સૂચના

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!