Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓવર બીલ આપતું સ્માર્ટ મીટર : ભરૂચમાં એક ગ્રાહકનું બીલ ૧૦ ગણુ વધીને ૮૩ હજાર આવ્યું

Share

ભરૂચના હાજીખાના બજાર બહાદુર બુર્જ વિસ્તારની ઘટના, પરિવાર ચિંતામાં ગરકાવ થયો
સ્માર્ટ મીટરના બીલને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો, વીજકંપની સામે આક્રોશ ઠાલવ્યો
ભરૂચ.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તેમજ અન્ય વિસ્તારોમાં ભુતકાળમાં સ્માર્ટ મીટર બેસાડવાના મુદ્દાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્માર્ટ મીટરના બીલ મોટાભાગે ક્ષતિયુક્ત હોવાના રોષ સાથે લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. કેટલાંક કિસ્સામાં ગ્રાહકો રોડ પર ઉતરી આવતાં વાતાવરણ તંગ પણ બન્યું હતું અને પોલીસને મધ્યસ્થી આવી સ્થિતીને અંકુશમાં લેવી પડી હતી. દરમિયાનમાં સ્માર્ટ મીટરનું અધધધ… બીલ બીલ આવવાની વધુ એક ઘટના શહેરના હાજીખાના બજાર બહાદૂર બુર્જ વિસ્તારમાં બની હતી.
બહાદુર બુર્જ વિસ્તારમાં રહેતાં મિનેશ પ્રજાપતિ અને તેમનો પરિવાર હાલમાં ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. વીજ કંપની દ્વારા તાજેતરમાં જ તેમના ત્યાં સ્માર્ટ મિટર લગાવી ગયાં હતાં. દરમિયાનમાં તેમનું સ્માર્ટ મીટરનું બીલ આવતાં આખો પરિવાર ચોંકી ઉઠયો હતો. વીજ કંપનીએ તેમનું કુલ ૮૩ હજારથી વધુની રકમનું બીલ બનાવ્યું હતું. સામાન્યત: જૂનું મીટર હતુ ત્યારે ૭થી ૮ હજારનું બીલ આવતું હતું. જોકે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ તે સીધું ૧૦ ગણું થઈ ગયું હતું આજની મોંઘવારીમાં ચેનકેન પ્રકારે ઘરખર્ચનો તાળો માંડ માંડ બેસાડતાં હોઈએ ત્યાં ૮૩ હજાર જેવી માતબર રકમનું બીલ આવતાં એક તબક્કે પરિવારજનો આઘાતમાં સરી ગયાં હતાં. જોકે, આ ઘટના બાદ લોકોમાં સ્માર્ટ મીટરને લઈને વધુ આક્રોશ ફેલાવો છે. અને નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. બીજી તરફ વીજ કંપની દ્વારા ટેક્નિકલ ખામીનું કારણ આગળ પરી બીલ સુધારી આપવાનું જણાવી જવાબદારીમાંથી છટકવાનો પ્રવાસ કરી રહી છે.
બીલ ઘટાડવા સોલર પેનલ લગાવી તો બીલ ૧૦ ગણું થયું

અમારા ઘરનું સામાન્ય બીલ ૭થી ૮ હજાર જેટલું આવતું હતું. ઉનાળામાં પણ વધીને અમારું બીલ ૧૦ હજારની આસપાસ આવતું હતું. જોકે, હાલમાં અમે નવી સોલર પેનલ લગાવતાં તેની સાથે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે. ત્યારે અમને આશા હતી કે હવે અમને વીજબીલમાંથી છુટકારો મળશે અથવા તો નહીવત બીલ આવશે. જોકે, હાલમાં જે બીલ આવ્યું છે તે જોઈ અમારા પરિવારજનો ચોકી ઉઠ્યાં છે. વીજ કંપનીએ કુલ ૮૩ હજારથી વધુનું બીલ આવ્યું છે. મિનેશ પ્રજાપતિ, વીજગ્રાહક
સામાન્ય ફેર સાથે વધુ બીલ આવે તો ગ્રાહક છેતરાઈ જાય

ભરૂચ શહેર જિલ્લા સહિત રાજયભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં વીજ બીલમાં મોટો ફરક એટલે કે બે-પાંચ કે ૧૦ હજારના બીલની સામે હજારો લાખોમાં બીલ આવતાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, આજ સ્થિતીમાં વીજ કંપની દ્વારા જે બીલ થતું હોય તેના બદલે ૫૦૦ - ૧૦૦૦ કે ૨ હજારના ફેર સાથે બીલ આપ્યું હોત તો ગ્રાહકે તે વપરાશ થયો હશે માની ભરી દીધું હોત અને તે છેતરાઈ જાત તેવો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.


Share

Related posts

ભરૂચમાં મહિન્દ્રા કંપનીના શોરૂમ માંથી રૂપિયા 5 લાખની મત્તા ઉસેડી જનાર સીસીટીવી માં કેદ

ProudOfGujarat

પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

સુરત: કતારગામ વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા: હત્યારાઓ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!