Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હાલમાં જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન 

Share

પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ અરૂણસિહે તમામ ૧૫ બેઠક પર ઉમેદવારો ઉતારતાં તર્કવિતર્ક ભાજપ અરૂણસિંહ સામે પક્ષ વિરોધી કૃત્ય બદલ પગલાં ભરશે કે કેમ, લોકોમાં ચર્ચા

જિલ્લા ભાજપ પ્રમુખનું પક્ષ વિરોધી કૃત્ય બદલ ભેદી મૌન

Advertisement

ભરૂચ.

ભરૂચ જિલ્લામાં હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણી ચર્ચાના એરણે છે. છેલ્લાં ૧૮ વર્ષ ઉપરાંતથી ધનશ્યામ પટેલે બિનહરીક રહીને દુધધારા ડેરીના ચેરમેન તરીકેની કમાન સંભાળી છે. ત્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં એકંદરે ૧૪ બેઠક પર ચુંટણી યોજાવાની પ્રથમવાર ઘટના બની હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. જોકે, ચૂંટણી યોજાવામાં આ વખતે સૌથી મોટો રોલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભજવ્યો છે. ભાજપના જ નેતાઓ સત્તા માટે સામસામે આવી જતાં ભાજપે પોતે મેન્ડેટ જાહેર કરી આંતરિક જૂથબંધીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થઈ ગયાં હોવા છતાં તેમણે તમામ બેઠક પર પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ જઈને પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેના કારણે અરૂણસિહ રણા સામે ભાજપ પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ તેમની સામે પગલાં ભરવામાં આવશે કે કેમ તેવો પશ્ન હાલમાં લોકોમાં ચર્ચાના ચકડોળે છે. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા પણ પક્ષના નિર્ણય વિરૂદ્ધનું કામ કરનારાઓને લઈને કોઈ પ્રતિક્રિયા આપતાં ન હોવાને કારણે ભાજપમાં આંતરિક જૂથવાદ વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. બીજી તરફ દૂધધારા ડેડીમાં અરુણસિહ રણાએ પગપેસારો કર્યો છે. ત્યારે હવે ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કના સહકારી ક્ષેત્રમાં બીજા જૂથના લોકો પગપેસારો કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

 

અરૂણસિંહ તેમની ગૌશાળાનું દૂધ ડેરીમાં નથી આપતાં હોવાના આક્ષેપ અરૂણસિંહ રણાની પોતાની ઘણી મોટી ગૌશાળા છે. અને ત્યાં નિકળતું ગાય ભેંસનું દૂધ તેઓ તેમની પોતાની ગંગોત્રી ડેરી થકી કંપનીઓમાં મોકલાવે છે તેવા આક્ષેપ થઈ રહ્યાં છે. તેઓ તેમના ત્યાં એકત્ર થતું દૂધ દૂધધારા ડેરીમાં જમા નથી કરાવતાં છતાં પણ દૂધધારા ડેરીના રાજકારણમાં તેમણે એન્ટ્રી કરી છે. ત્યારે તેઓ દૂધની હેરાફેરી કરવા માટે ડેરીના રાજકારણમાં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

156 માંગરોલ વિધાનસભાના 263 બુથ ઉપર તમામ મતદાન સ્ટાફ રવાના.

ProudOfGujarat

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

ProudOfGujarat

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાંથી જુગાર રમતા 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!