Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નર્મદા નદીમાંથી બે અલગ અલગ સ્થળોએ બિનવારસી મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે.

Share

કુકરવાડા ગામની નદી કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો

તો બીજા દિવસે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલ્વે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

ગઈકાલે કુકરવાડા ગામની નદીકિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોએ જોયો હતો. ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તથા પોલીસને જાણ કરી હતી. બાદમાં સોશિયલ મીડિયા પર માહિતી મૂકતા મૃતક ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો 25 વર્ષીય યુવક હોવાનું તેના પરિવારજનોએ ઓળખ આપી હતી. જ્યારે આજ રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલ્વે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક નાવિકોએ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. સોલંકી તથા તેમની ટીમે મૃતદેહને બહાર કાઢી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ : વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ જગત જનની માં અંબાના મંદિરના શિખર પર 51 ગજની ધજા ફરકાવી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

ભરૂચને પ્રથમ 24 કલાક કાર્યરત ન્યુરો-સ્પાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળી :  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ‘અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ’નું ઉદ્ઘાટન : રોબોટિક રિહેબિલિટેશનથી ટાંકા વગરની સર્જરી સુધીની અત્યાધુનિક સુવિધા એક જ છત નીચે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!