Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક

Share

ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી. સુરત ઝોનના અધિકારી સંજયકુમાર વસાવા તથા કેતન વાણાનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા-ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ, નાગરિકોની સમસ્યાઓ તથા આવનારા સમયમાં મળનારી ગ્રાન્ટના સુચિત ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.રોડ, રસ્તા, ગટરલાઈન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સફાઈની વ્યવસ્થા, પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.સાથે જ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ-નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શક ચર્ચા થઈ. નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું.આ બેઠકને કારણે નાગરિકોમાં આશા જાગી છે કે આવનારા સમયમાં શહેરના વિકાસના કાર્યોમાં વધુ ગતિ આવશે અને સુવિધાઓમાં વધારો થશે.

Advertisement

Share

Related posts

गुजरात के रंग में रंगी नज़र आएगी जैकी भगनानी की “मित्रों”!

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે બુસ્ટર ડોઝનો પ્રારંભ.

ProudOfGujarat

રાજપીપલા : વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટયો : 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!