Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારોદ ગામની સીમમાં જુગાર રમતાં બે ઝડપાયાં, બે ફરાર : 13 હજારની રોકડ જપ્ત

Share

ભરૂચ.

વેડચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી સારોદ ગામની સીમમાં પાનોલી અન્ટરપ્રાઇઝ સોલાર પ્લાન્ટન પાસે પિલાડાના ઝાડ નીચે કપાસના ખેતરોમાં કેટલાંક લોકોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે તે પૈકીના બેને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે બે નાસી છુટ્યાં હતાં. ઝડપાયેલાઓના નામ આરીફ ઇસ્માઇલ મહંમદ દાજી તેમજ તોસીફ ઉર્ફે ફાટલી અલ્લી આદમ સેવક (રહે. સારોદ) હોવાનું જ્યારે ભાગી ગયેલાઓના નામ સફવાન ઉર્ફે શકુ મહંમદ કારીદા તેમજ અશરફ યાકુબ બંદા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઝડપાયેલાઓની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ જત્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની અંબિકા ઓટો પાર્ટ્સના શોરૂમ માંથી 64 હજાર ઉપરાંતના સ્પેરપાર્ટ્સની ચોરી…

ProudOfGujarat

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!