Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સતત ચોથા વર્ષે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન

Share

શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડ પર પાસ વિના અને કોઇ પણ પ્રકારના ડર વિના મહિલા-યુવતિઓ ગરબાની રમઝટ માણશે
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં સતત ચોથા વર્ષે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત અને સલામત માહોલમાં મહિલા-યુવતિઓ ગરબા રમી શકે તે માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. 22મીથી શરૂ થનારી નવરાત્રીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવલાં નોરતાં માટે સજ્જ બની લોકો દ્વારા ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે.
ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષે પણ સેફ એન્ડ સિક્યોરની થીમ સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડના વિશાળ મેદાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  જેનાથી પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી મુક્ત અને સુરક્ષા,સલામતી સાથે ગરબાની રમઝટ માણી શકે.
આયોજકો તૈયારીને આખરી ઓપ આપવામાં જોતરાયાં

ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તહેવાર નજીક આવતાં ગરબાના મેદાનોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રંગબેરંગી લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેલૈયાઓ પોતાના વેશભૂષા, ડ્રેસ અને આભૂષણોની ખરીદીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.
માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

આસાે સુદ-૧ સાથે ચૈત્રી નવરાત્રિનો મંગળ પ્રારંભ થશે. હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રિ પર્વ આવે છે. જેમાં શ્રધ્ધાસભર ઉજવણીની દ્રષ્ટિએ ચૈત્રની વાસંતિક નવરાત્રિ જ્યારે આસોની શારદીય નવરાત્રિનું માહાત્મ્ય વિશેષ છે. ભરૂચ શહેરના અંબાજી મંદિરો ખાતે અને વિવિધ મંડળો દ્વારા ચૈત્રી નોરતાની ઉજવણી રૃપે ચંડીપાઠ અને હોમહવનના કાર્યક્રમો થશે. મંત્ર-તંત્ર-સ્તોત્ર અને અન્ય વિધ વિધાનાથી ઇષ્ટદેવની આરાધના કરાશે.
મહિલા અધિકારીઓની નિગરાણીમાં નવરાત્રીના 10 દિવસ ગરબા ખેલાશે

ગરબા ગ્રાઉન્ડ પર આવતી મહિલાઓ તેમજ તરુણીઓને એક સુરક્ષિત માહોલ આપવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતે નવરાત્રીના 10 દિવસ છે ત્યારે જિલ્લાની મહિલા પીઆઇ તેમજ પીએસઆઇ અધિકારીઓને એક -એક દિવસ ફાળવવામાં આવ્યો છે. આ મહિલા પોલીસ અધિકારીઓની નિગરાણીમાં સુચારૂ ગરબા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે .


Share

Related posts

ઝઘડિયા : ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લાની હોટલો પેટ્રોલપંપો જેવા સ્‍થળોએ CCTV કેમેરા લગાવવા હુકમ

ProudOfGujarat

નડીયાદ : કપડવંજમાં બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ ખાદ્ય તેલના એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!