Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દલિત સમાજ પર થતા અત્યાચારો રોકી જવાબદારો સામે પગલાં ભરવા નર્મદા કોંગ્રેસની માંગ.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
:ગુજરાતના પાટણમાં તાજેતર એક દલિત અસરગ્રસ્ત સ્વ.ભાનુભાઈ વણકરે જમીનની માંગણી માટે આત્મવિલોપન કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે રાજ્ય સરકારની કામગીરી દલિત-આદિવાસી વિરોધી હોવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થા પર કોઈની પકડ ન હોવાના આક્ષેપ સાથે સ્વ.ભાનુભાઈ વણકરને સરકારી લાભો-હક્ક મળે એવી માંગ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકા વસાવા,પાલિકા સદસ્ય કમલ ચૌહાણ,પાલિકા વિપક્ષ નેતા મુન્તઝિર ખાન શેખ,પ્રકાશ વસાવા સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિત આદિવાસીની સુરક્ષામાં અને પારદર્શક વહીવટમાં નિષ્ફળ ગઈ છે.પ્રજા પરેશાન છે અને સરકાર મોજમાં આજે એક દલિત પોતાના હક્કો માટે કચેરીઓના ધક્કા ખાઈ ખાઈ અને અંતે આત્મવિલોપન કર્યું.તોય જાડી ચામડીના આધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.ખરેખર આવા અધિકારીઓ સામે પગલાં ભરી સરકાર મૃતક ભાનુભાઇ વણકરને હક્ક આપે એવી માંગણી કરી છે.

Share

Related posts

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

જિલ્લામાં વ્યવસાયની સરળ તકોને વેગ આપવા DBRAP -2025 વર્કશોપનું આયોજન

ProudOfGujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી પર ટ્રાફિકથી ચક્કજામ : ટ્રાફિક પોલીસનો કોઈ અતોપતો નહિ.

ProudOfGujarat
error: Content is protected !!