Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી.

Share

ઉકાઈ નહેર સમારકામના 90 દિવસ ઘટાડવા માગે સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ટાવર વળતર માં પણ રૂપિયા બે કરોડ વળતરની માંગ કરાઈ હતી.

અંકલેશ્વર ના પુન ગામ સ્થિત લાખ હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજ ની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ હતો. વિભાગ દ્વારા સમારકામ માટે 90 દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોએ આ સમયગાળો ઘટાડવાની માગ કરી છે. બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ માં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરુ કરાઈ છે જેમાં ખેડૂતોને જે અન્યાય થઇ રહ્યો છે. તે મુદ્દે ઓછામાં ઓછા બે કરોડ વળતર નહિ મળે તો કામ કરવા દેવામાં આવશે નહિ તેમજ જે માંગણી નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

Advertisement

Share

Related posts

વિદેશી દારૂ ભરૂચ જીલ્લામાં આવે છે જ ક્યાંથી : ભરૂચમાં લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો સહિત અન્ય બે આરોપી ફરાર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.

ProudOfGujarat

રાજકોટ – આઈટી વિભાગનું આજે પણ સર્ચ ઓપરેશ યથાવત, જ્વેલર્સ બાદ બિલ્ડરો પર તવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!