Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ દૂધધારા ડેરીમાં ૬ઠ્ઠીવાર ઘનશ્યામ પટેલ બિનહરીફ રીતે સત્તારૂઢ 

Share

ઉપપ્રમુખ તરીકે સંજયસિહ રાજની વરણી કરાઈ. ડેરીના સભાખંડમાં ભારે ઉત્સાહ જોવાયો
ભરૂચ.
ભરૂચ દૂધડેરીની ચૂંટણીમાં આ વખતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઉતારતાં ડેરીનું ઈલેક્શન રસાકસીભર્યું બની ગયું હતું. ભાજપે આખરે મેન્ડેડ બહાર પાડયા હતાં. જોકે, તેના પણ વિરૂદ્ધમાં જઈને અરૂણસિંહે દૂધધારાની ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી હતી. જોકે, પરિણામને અંતે ડેરીના રાજકારણમાં ધનશ્યામ પટેલની પેનલે ૧૫ પૈઠી ૧૦ બેઠક પર જીતનો સિક્કો મારી અરૂદ્ધસિંહને પાણી બતાવી દીધું હતું. ઈલેક્શનમાં ૧૦ બેઠકોના જોરે ધનશ્યામ પટેલ ચેરમેન તરીકે ફિકસ થઈ ગયાં હતાં. જોકે, ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે સોમવારે દૂધધારા ડેરીના સભાખંડમાં તમામ બોર્ડ મેમ્બરની હાજરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી. ભરૂચના એસડીએમ મનિયા મનાણીની અધ્યક્ષતામાં યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચેરમેનની દાવેદારી માટે માત્ર ધનાયામ પટેલે દાવેદારી પત્ર આપ્યો હતો. અન્ય કોઈએ ઉમેદવારી નહીં કરતાં તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયાં હતાં. બીજી તરફ વાઈસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરાઈ હતી.
દૂધધારા ડેરીમાં પુનઃ 6ઠ્ઠી વાર સત્તાનું સુકાન સંભાળનારા ધનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં બનાસકાંઠા તેમજ મહેસાણા તરફ પશુપાલનનો જે પ્રકારે વ્યવસાય ચાલે છે તે જ પ્રકારે ભરૂચ જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાયને વિકસાવવા આગામી દિવસોમાં પ્રયાસ થશે. હાલમાં ભરૂચ સહિત આસપાસના જિલ્લાના લોકો પશુઓ ખરીદવા બનાસકાંઠા કે મહેસાણા જતાં હોય છે. જોકે આગામી દિવસોમાં ત્યાંથી લોકો ભરૂચ જિલ્લામાં સારા પશુઓ ખરીદવા આવે તેવા પ્રયાસ કરીશું,
જિલ્લાના પશુપાલનના ક્ષેત્રને વૈજ્ઞાનિક ઢબે આગળ લાવીશું

ભરૂચ જિલ્લામાં પશુપાલનના વ્યવસાયને વધુ વિકસાવવા તેમજ પશુપાલનના વ્યવસાયને આવકના મોટા સ્ત્રોત તરીકે સ્વિકારવા લોકોને જાગૃત કરવા માટે આગામી દિવસોમાં ખાસ પ્રયાસ કરાશે. પશુપાલનના વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે વિકસાવી શકાય તે માટે તજજ્ઞોને સાથે રાખીને તે દિશામાં ખાસ કાર્યવાહી કરાશે. પશુપાલકો એક-બે ગાય,ભેંસ રાખીને પશુપાલન કરવાને બદલે પશુપાલકો મોટા તબેલા કરી મોટાપાયે પશુપાલન કરે તે દિશામાં કામ થશે. - ઘનશ્યામ પટેલ, ચેરમેન, દૂધધારા ડેરી,
અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ છે

ભરૂચ જિલ્લની દૂધધારા ડેરીની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આજે સોમવારે 6 ઓક્ટોબરના રોજ ડેરીના ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે માત્ર ધનશ્યામ પટેલની દાવેદારી આવતાં તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયાં હતાં. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજની દાવેદારી આવી હતી. તેમને ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયાં હતાં. હરીફમાં કોઈ ઉમેદવારો ન હોવાને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ બન્નેને 6 ઓકટોબર ૨૦૨૫થી ૧૯મી માર્ચ ૨૦૨૮ સુધીના અઢી વર્ષ માટે બન્નેને ચેરમેન અને વાઈસચેરમનની વરણી કરવામાં આવી હતી.
- મનિષા મનાણી, એસડીએમ.


Share

Related posts

લોકસભા બેઠક જીતવા ભાજપ ની રણનીતિ..?..આદિવાસી +લઘુતમી +વિભાજન =ભાજપ પાંચ લાખ +

ProudOfGujarat

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર કહે છે કે કોઈ પણ ચાર્જ નહિ લાગે. હકીકત શું ???

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!