Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળીના તહેવાર નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ

Share

ભરૂચ 
ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ સર્કલ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે “SAFE FOOD – SAFE FESTIVAL” હેઠળ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને સલામત અને શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુથી સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવથી કામગીરી કરવા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સૂચના મળી હતીજે અન્વયે ડેઝીગ્રેટેડ ઓફિસરશ્રી એ.બી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દુધદુધની બનાવટપનીરધી ની વિવિધ પેઢીઓમાંથી એન્ફોર્સમેન્ટ તથા કુલ 4૩ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલેલ છે. જેના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
દિવાળીના તહેવારોમાં હોટલ અને રેસ્ટોરન્ટના સ્ટાફને રસોઈ બનાવતી વેળા શું સાવચેતી રાખવીલોકોમાં હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલા શું સાવચેતી રાખવી તે અંગે જાગૃતિ ફેલાવવા ભરૂચ વિવિધ જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે. આ જ રીતે દિવાળીના તહેવાર નિમિત્તે ખાદ્ય સામગ્રીમાં ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી વખતોવખત ડ્રાઇવ થતી રહેશે. ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ જણાતા નમુનાઓ લઈ જે તે હોટલરેસ્ટોરન્ટ કે દુકાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

Share

Related posts

અંકલેશ્વરનો વિદ્યાર્થી ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાને.અગસ્તિ એજ્યુકેશનના ધ્રુવ પટેલે 99.99 પી.આર મેળવ્યા…

ProudOfGujarat

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એ સુરત વાસીઓને ગણેશ ઉત્સવ ૨૦૨૦ નિમિત્તે નમ્ર અપીલ કરી

ProudOfGujarat

ડી.પી ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી તથા એસ.ઓ.જી અને અંકલેશ્વર રૂરલ પોલીસ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!