Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મોટી ડુંગરી વિસ્તારમાં વીજ થાંભલો ધરાશાઈ થયો.

Share

ભરૂચ નગરનાં વોર્ડ નંબર 2 માં સમાવેશ થતાં મોટી ડુંગરી વિસ્તારમાં વીજનો થાંભલો ધરાશાઈ થયો હોવાની ઘટના બની હતી પરંતુ સદભાગ્યે કોઇ જાનહાની થઈ ન હતી.

જોકે આ વીજ થાંભલો જોખમકારક છે તેવી રજુઆત આ વિસ્તારનાં નગરપાલિકા સભ્ય ઈબ્રાહીમ કલકલે વીજતંત્રને કરી હતી. પરંતુ વીજતંત્ર દ્વારા આ રજુઆત અંગે ધ્યાન આપવામાં આવ્યું ન હતું તેવામાં એક લકઝરી બસની ટક્કર થાંભલાને લાગતા વીજ થાંભલો ધરાશાઈ થયો હતો. આ થાંભલા પરથી જીવંત વાયરો પસાર થતાં હતા પરંતુ સદભાગ્યે કોઇ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ નગર અને આજુબાજુનાં વિસ્તારોમાં જોખમકારક વીજ થાંભલા દૂર કરવા લોકમાંગ ઉભી થઈ છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : કેલ્વીકુવાનાં યુવકે વિધવા મહિલાઓને દાળ-ચોખા અને ઘઉંના લોટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ગુજરાતની તમામ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર…

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!