Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

Share

 

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ સામે આવ્યો. દરરોજ દિવસ દરમ્યાન ભરૂચ અંકલેશ્વર ખાતે ૨ થી ૩ ચોરીના બનાવો નોંધાય જ છે ત્યારે અંકલેશ્વર ભરૂચ પોલીસ માટે આ પરિસ્થિતિ પણ કપરી બની છે.

Advertisement

અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં મકાન નંબર એ/૩૯ માં રહેતા સંજય હીરામણ તિવારી નાં ઘરમાં તસ્કરો એ દરવાજાનો નકુચો તોડી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૧૭-૦૨-૨૦૧૮ નાં રોજ સંજય હીરામણનાં પત્ની સુરત ખાતે વુમન્સ હોસ્પિટલની દવા ચાલતી હોય દવા લેવા માટે ગયા હતા તેઓ સાંજના ૫ વાગ્યાના કલાકે ઘર બંધ કરીને ગયા હતા. અને તબિયત ખરાબ હોવાથી તેમને સુરત ખાતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે તારીખ ૧૯-૦૨-૨૦૧૮ નાં રોજ પરત આવતા ઘરના દરવાજાના નકુચો તૂટેલો હતો. ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હતો અને લોખંડની તિજોરી માંથી પણ માલ સામાન ગાયબ હતો. જેમાં ૧ મંગળસૂત્ર ૨ તોલાનું , ૨. સોનાની વીંટી નંગ ૨, ૩. કાનના ઝુમર ૧ જોડી – ૧ તોલા, અને ૪ કાનની બુટી ૧ જોડી ૧ તોલાની એમ મળી કુલ ૫ તોલાના સોનાના દાગીના તથા રોકડ રકમ ૪૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આમ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૧,૬૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે સંજય ભાઈ એ પોલીસે ફરિયાદ કરી પોલીસે ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના ૯૧ કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ.

ProudOfGujarat

ભરૂચ : પ્રધાનમંત્રીની “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ થકી 21 બાળકીઓને ₹ 1000 હજારના ખાતા ખોલાયા

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી…

ProudOfGujarat
error: Content is protected !!