Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર

Share

ભરૂચ
વિકટ પરિસ્થિતિ, ઘરેલું હિંસાથી પીડિત અને તણાવભર્યા જીવનમાંથી પસાર થતી અનેક મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર, ભરૂચ એક સુખરૂપ આશ્રયસ્થાન બની રહ્યું છે. જ્યાં દુઃખને સમજતી, સહાનુભૂતિથી સાંભળતી અને જીવનમાં નવી આશા જગાવતી સેવા 24 x 7 મળે છે. વર્ષ ૨૦૧૯થી કાર્યરત આ સેન્ટર ઘરેલુ હિંસા, માનસિક તણાવ, પોક્સો કેસમાં આવતી બાલિકાઓ, રેલ્વે દ્વારા ભૂલી ભટકેલી બહેનો અને અન્ય વિપત્તિમાં ફસાયેલી મહિલાઓ માટે આશાનો દીવો સાબિત થયું છે. અહીં આવનાર દરેક સ્ત્રીને પાંચ દિવસનો આશ્રય, કાઉન્સેલિંગ, તબીબી સહાય, પોલીસ સહાય અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

   આ માનવતાભર્યા કાર્યને વધુ સશક્ત બનાવવા માટે નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી છે. કંપની દ્વારા 2 કબાટ, 6 CCTV કેમેરા, મોનિટર, સેન્ટરના મકાન રીનોવેશન માટે સહાય, મહિલાઓના બાળકો માટે રમકડાં, એર કુલર, વોટર ડિસ્પેન્સર તથા રસોડાની જરૂરી તમામ વાસણ સામગ્રી (જેમ કે ડબ્બા, થાળીઓ, વાડકાનો સેટ વગેરે) આપવામાં આવ્યુ છે.

  આ સહાયની દરેક વસ્તુ પર નેરોલેક કંપનીનો લોગો એક સંવેદનશીલ સંદેશ આપે છે – “સમાજની જવાબદારી પણ રંગોની જેમ જીવનમાં નવો ઉજાસ ભરે.”આ માનવતાભર્યા પ્રયત્નમાં ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ CSR હેડ શ્રી અલ્કેશભાઈનો વિશેષ સહકાર રહ્યો છે. સખી વન સ્ટોપ આ સંસ્થા માત્ર એક “સેન્ટર” નથી તે અનેક મહિલાઓ માટે જીવનની નવી શરૂઆતનો આશીર્વાદ છે. જ્યાં આંસુથી શરૂઆત થાય છે, ત્યાંથી સ્મિત સુધી પહોંચાડવાનો પ્રયાસ સખી વન સ્ટોપ સેન્ટર સતત કરી રહ્યું છે. ભૂલી ભટકેલી અથવા હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આ સેન્ટર “સુખરૂપ છાંયો” સમાન સાબિત થયું છે.

Advertisement

Share

Related posts

ગણેશ વટારીયા ચેરમેનના વિરોધમા યોજાયેલ ધારણાનો કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પુર્ણ ખીલેલા ચદ્રમા સાઇની પ્રતિમા દેખાતા લોકોમા કુતુહલ

ProudOfGujarat

અંક્લેશ્વર પોલીસે દારૂના જથ્થા સાથે એક ની ધરપકડ કરી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!